Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ
૨૨૮
શક્ય છે તેટલા ગ્રંથોના વિશે પ્રાયઃ શતકવાર પરિચય દેવાનો અહીં હું પ્રયત્ન કરીશ. તેનો આરંભ મહર્ષિ પતંજલિકૃત ‘યોગદર્શન’ વિષયક જૈન વક્તવ્યથી કરું છું.
સભાષ્ય યોગદર્શનની જૈન વ્યાખ્યા
મહર્ષિ પતંજલિએ ૧૯૫ સૂત્રોમાં ઉપર્યુક્ત યોગદર્શનની રચના કરી છે અને તેને ચાર પાદોમાં વિભક્ત કર્યું છે. તે પાદોનાં નામ તથા પ્રત્યેક પાદમાં આવતાં સૂત્રોની સંખ્યા નીચે પ્રમાણે છે.
૧. સમાધિપદ
૫૧
૨. સાધનનિર્દેશ
૫૫
૩. વિભૂતિપાદ
૫૫
૪. કૈવલ્યપદ
૩૪
સાંખ્યદર્શન અનુસાર સાંગોપાંગ યોગપ્રક્રિયાનું નિરૂપણ કરનાર આ યોગદર્શન ઉપર વ્યાસે એક મહત્ત્વપૂર્ણ ભાષ્ય લખ્યું છે. તેનો યથાયોગ્ય ઉપયોગ કરીને ન્યાયવિશારદ ન્યાયાચાર્ય શ્રી યશોવિજયજીગણીએ આ યોગદર્શનના ૨૭ સૂત્રો ઉપર વ્યાખ્યા લખી છે. આ વ્યાખ્યા દ્વારા તેમણે બે કાર્ય કર્યાં છે : ૧. સાંખ્યદર્શન અને જૈનદર્શન વચ્ચે જે ભેદ છે તે સ્પષ્ટ કર્યો છે, અને ૨. આ બે દર્શનો વચ્ચે જ્યાં માત્ર પરિભાષાનો જ ભેદ છે ત્યાં તેમણે સમન્વય કર્યો
છે.
પં. શ્રી સુખલાલજી સંઘવીએ આ વ્યાખ્યાનો હિંદીમાં સાર આપ્યો છે અને તે પ્રકાશિત પણ થયો છે.
યોગદર્શનના બીજા પાદના ૨૯મા સૂત્રમાં યોગનાં નીચે જણાવેલાં આઠ અંગો ગણાવ્યાં છે : યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, તેમાંથી યમ, નિયમ અને આસનના બદલે એકમાત્ર તર્ક અને પ્રાણાયામથી સમાધિ સુધીના પાંચ એમ કુલ છ યોગાંગોના સિંહસૂરિગણીકૃત નિરૂપણ ઉપર હવે આપણે વિચાર કરીશું.
૧..
આ વ્યાખ્યા વિવરણ તથા હિંદી સાર સાથે પ્રકાશિત થઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org