Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૨૬
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ આત્મબોધકુલક
આ રચના જયશેખરસૂરિની છે. વિદ્યાસાગરશ્રેષ્ઠિકથા
૫૦ પદ્યોની આ કૃતિ ચૈત્રગચ્છના ગુણાકરસૂરિએ લખી છે. ગદ્યગોદાવરી
આ કૃતિ યશોભદ્ર લખી છે એવું કેટલાય માને છે. કુમાલપાલપ્રબન્ધ
આ કૃતિ: સોમસુંદરસૂરિના શિષ્ય જિનમંડનગણીની છે. તે અંશતઃ ગદ્યમાં અને અંશતઃ પદ્યમાં વિ.સં.૧૯૪૨માં રચાઈ છે. તે ૨૪પ૬ શ્લોકપ્રમાણ છે. તેમાં કુમારપાલ રાજાનો અધિકાર વર્ણવ્યો છે. દુવાલકુલય (દ્વાદશકુલક)
આ ખરતર જિનવલ્લભસૂરિએ જૈન મહારાષ્ટ્રમાં ભિન્ન ભિન્ન છન્દોમાં લખી છે. તેની પદ્યસંખ્યા ૨૩૨ છે.
ટીકાઓ – તેના ઉપર ૩૩૬૩ શ્લોકપ્રમાણ એક ટીકા જિનપાલે વિ.સં.૧૨૯૩માં લખી છે. ઉપરાંત, તેના ઉપર એક વિવરણ ઉપલબ્ધ છે, તે ભાંડાગારિક નેમિચન્દ્ર લખ્યું છે એમ કેટલાય માને છે.
૧. આ પ્રબન્ધ જૈન આત્માનન્દ સભાએ વિ.સં. ૧૯૭૧માં પ્રકાશિત કર્યો છે. ૨. આ કૃતિ જિનપાલની ટીકા સાથે “જિનદત્તસૂરિ પ્રાચીન પુસ્તકોદ્ધાર ફંડ એ સન્
૧૯૩૪માં પ્રકાશિક કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org