Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
યોગ અને અધ્યાત્મ
૨ ૨૯ યોગનાં છ અંગ
સિંહસૂરિગણી વાદિક્ષમાશ્રમણે દ્વાદશાહનયચક્ર'ના ત્રીજા આરાની ન્યાયાગમાનુસારિણી નામની વૃત્તિમાં (વિ.૧., પૃ. ૩૩૨) નીચે આપેલું પદ્ય જો યોઃ ?’ના ઉલ્લેખ સાથે આપ્યું છે :
प्रत्याहारस्तथा ध्यानं प्राणायामोऽथ धारणा ।
तर्कः समाधिरित्येष षडङ्गो योग उच्यते ॥ આ શ્લોક અમૃતનાદ ઉપનિષદ્ધાં (૬) “તશૈવ સમfધશ’ આવા ત્રીજા પાદવાળો છે, તથા અત્રિસ્મૃતિમાં પણ આ શ્લોક છે. આ ઉદ્ધરણનું સ્પષ્ટીકરણ ઉપર્યુક્ત વૃત્તિમાં (પૃ.૩૨૨) આવે છે. તેમાં પ્રાણાયામના રેચક, કુમ્ભક અને પૂરક આ ત્રણ ભેદોનો નિર્દેશ કરી તેમનું સ્વરૂપ સંક્ષેપમાં સમજાવ્યું છે. તર્કના સ્પષ્ટીકરણમાં પલ્યક, સ્વસ્તિક અને વીરાસન આ ત્રણ આસનોનો ઉલ્લેખ આવે છે. અંતે આ ષડંગ યોગ દ્વારા સર્વત્ર પૃથ્વી ઈત્યાદિ મૂર્તિરૂપ ઈશ્વરનું દર્શન કરી ભાવિત આત્મા તેને પોતાના આત્મામાં કેવી રીતે દેખે છે તેનો નિર્દેશ કરવામાં આવ્યો છે.
આમ યોગનાં છ અંગોનો ઉલ્લેખ કરનાર ઉપર્યુક્ત ક્ષમાશ્રમણે મધ્યસ્થલક્ષી હરિભદ્રસૂરિની અથવા પોતાના પુરોગામી સિદ્ધસેનગણીની જેમ પોતાની આ વૃત્તિમાં બૌદ્ધ તાર્કિક ધર્મકીર્તિનો કે તેમની કોઈ કૃતિનો ઉલ્લેખ કર્યો નથી. પરિણામે તે સિદ્ધસેનગણીના પહેલાં થયા છે એમ મનાય છે. યોગનિર્ણય
ગુણગ્રાહી અને સત્યાન્વેષક શ્રી હરિભદ્રસૂરિએ યોગદષ્ટિસમુચ્ચય (શ્લોક ૧)ની સ્વોપજ્ઞ વૃત્તિમાં (પત્ર ૨) ઉત્તરાધ્યયનની સાથે “યોગનિર્ણય' નામના યોગવિષયક ગ્રંથનો ઉલ્લેખ કર્યો છે પરંતુ આજ સુધી તે ઉપલબ્ધ થયો નથી. તેમાં યોગદૃષ્ટિસમુચ્ચયમાં નિર્દિષ્ટ ઈચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્ધયોગનું નિરૂપણ હશે, મિત્રા વગેરે આઠ દૃષ્ટિઓનું કે પાંચ સમિતિ અને ત્રણ ગુમિનું,
૧. આનું પ્રકાશન ચાર આરા સુધીના ભાષ્ય તથા તેની ટીકા વગેરે સાથે આત્માનન્દ સભાએ સન્
૧૯૬૭માં ભાવનગરથી કર્યું છે. તેનું સંપાદન ટિપ્પણ વગેરે સાથે મુનિ શ્રી જખ્ખવિજયજીએ કર્યું
૨. તેમનો પરિચય કરાવતી મારી કૃતિઓનો નિર્દેશ મેં આગળ કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org