SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ આત્મબોધકુલક આ રચના જયશેખરસૂરિની છે. વિદ્યાસાગરશ્રેષ્ઠિકથા ૫૦ પદ્યોની આ કૃતિ ચૈત્રગચ્છના ગુણાકરસૂરિએ લખી છે. ગદ્યગોદાવરી આ કૃતિ યશોભદ્ર લખી છે એવું કેટલાય માને છે. કુમાલપાલપ્રબન્ધ આ કૃતિ: સોમસુંદરસૂરિના શિષ્ય જિનમંડનગણીની છે. તે અંશતઃ ગદ્યમાં અને અંશતઃ પદ્યમાં વિ.સં.૧૯૪૨માં રચાઈ છે. તે ૨૪પ૬ શ્લોકપ્રમાણ છે. તેમાં કુમારપાલ રાજાનો અધિકાર વર્ણવ્યો છે. દુવાલકુલય (દ્વાદશકુલક) આ ખરતર જિનવલ્લભસૂરિએ જૈન મહારાષ્ટ્રમાં ભિન્ન ભિન્ન છન્દોમાં લખી છે. તેની પદ્યસંખ્યા ૨૩૨ છે. ટીકાઓ – તેના ઉપર ૩૩૬૩ શ્લોકપ્રમાણ એક ટીકા જિનપાલે વિ.સં.૧૨૯૩માં લખી છે. ઉપરાંત, તેના ઉપર એક વિવરણ ઉપલબ્ધ છે, તે ભાંડાગારિક નેમિચન્દ્ર લખ્યું છે એમ કેટલાય માને છે. ૧. આ પ્રબન્ધ જૈન આત્માનન્દ સભાએ વિ.સં. ૧૯૭૧માં પ્રકાશિત કર્યો છે. ૨. આ કૃતિ જિનપાલની ટીકા સાથે “જિનદત્તસૂરિ પ્રાચીન પુસ્તકોદ્ધાર ફંડ એ સન્ ૧૯૩૪માં પ્રકાશિક કરી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001314
Book TitleKarma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta, Hiralal R Kapadia
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Karma
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy