Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
ધર્મોપદેશ
૨૨૩
આ ૯૫ વજ્જા અર્થાત્ પદ્ધતિમાં વિભક્ત છે, જેમ કે સોયરવા, ગાહાવા, વગેરે. તેમાં ઘણાં પદ્ય સુભાષિત છે. આ ગાહાસત્તસઈનું સ્મરણ કરાવે છે. પ્રસ્તુત કૃતિમાં ધર્મ, અર્થ અને કામ આ ત્રણ પુરુષાર્થોનું નિરૂપણ છે.
ટીકા તેના ઉપર રત્નદેવગણીએ એક ટીકા વિ.સં.૧૩૯૩માં હરિભદ્રસૂરિના શિષ્ય ધર્મચન્દ્રની વિનંતીથી લખી છે. આ ટીકામાં ‘ગઉડવહ’માંથી ઉદ્ધરણો લેવામાં આવ્યાં છે.
નીતિધનદ યા નીતિશતક
દેહડના પુત્ર ધનદે ધનરાજ સંઘપતિએ વિ.સં. ૧૪૯૦માં મંડપદુર્ગમાં આ કૃતિ લખી છે. તે જ રીતે તેમણે વૈરાગ્યશતક અને શૃંગારશતક પણ લખ્યાં છે. આ ત્રણેને ધનશતકત્રય અથવા ધનત્રિશતી પણ કહે છે. આ ત્રણમાં શૃંગારશતક સૌપ્રથમ લખાયું છે. આ વસ્તુ તેના ચોથા શ્લોકમાંથી જ્ઞાત થાય છે. આ ધનદ ખરતર જિનભદ્રસૂરિના શિષ્ય હતા. તેમણે નીતિશતક વિવિધ છન્દોમાં લખ્યું છે. તેમાં ૧૦૩ શ્લોક છે. પ્રથમ શ્લોકમાં કર્તાએ ખરતરગચ્છના મુનિ પાસે તેનો અભ્યાસ કર્યો હતો તથા પ્રસ્તુત કૃતિનું નામ ‘નયધનદ' છે એ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કૃતિના પ્રારંભમાં નીતિની મહત્તાનું વર્ણન છે. પછી નૃપતિની નીતિ વિશે નિરૂપણ છે. રાજા, મંત્રી અને સેવક કેવા હોવા જોઈએ એ વાતનો પણ તેમાં ઉલ્લેખ છે.
વૈરાગ્યધનદ યા વૈરાગ્યશતક
–
આ પણ ઉપર્યુક્ત ધનદની કૃતિ છે. તેની રચના નીતિધનદ પછી થઈ હશે તેમ જણાય છે. તેમાં ૧૦૮ પદ્ય છે અને તે સ્રગ્ધરા છન્દમાં છે. બીજા શ્લોકમાં તેને ‘શમશતક' કહેલ છે અને કર્તાના શ્રીમાલ કુલનો નિર્દેશ કરેલ
ટીકામાંથી ઉદ્ધરણ અને પ્રારંભના ૯૦ પઘોનાં પાઠાન્તર આપવામાં આવ્યાં છે. તેમાં પ્રસ્તાવના વગેરે પણ આપેલ છે. પ્રો.એન.એ. ગોરેએ સન્ ૧૯૪૫માં પ્રારંભનાં ૩૦૦ પદ્ય છપાવ્યાં છે. પછી તેમણે પ્રારંભના ૨૦૦ પઘ અંગ્રેજી અનુવાદ સાથે સન્ ૧૯૪૭માં પ્રકાશિત કર્યાં છે.
૧. આ શતક તથા ધનદકૃત વૈરાગ્યશતક અને શૃંગા૨શતક કાવ્યમાલાના ગુચ્છક ૧૩ના
બીજા સંસ્કરણમાં છપાયાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org