Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨ ૨ ૨
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ શ્લોક છે. તે ૩૨ પ્રકરણોમાં વિભક્ત છે. ૨૩મા પ્રકરણમાં આપ્તના સ્વરૂપનું વર્ણન કરતી વખતે વૈદિક દેવોની સમાલોચના કરી છે. તેના અંતિમ ૨૧૭
શ્લોકોમાં શ્રાવકોના ધર્મ ઉપર પ્રકાશ નાખ્યો છે.' સિજૂરપ્રકર
આને સૂક્તિમુક્તાવલી અને સોમશતક પણ કહે છે. તેમાં ૧૦૦ પદ્ય છે. તેના કર્તા “શનાર્થી' સોમપ્રભસૂરિ છે. તે વિજયસિંહસૂરિના શિષ્ય હતા. આ કૃતિમાં દેવ, ગુરુ, ધર્મ, સંઘ, અહિંસા આદિ પાંચ મહાવ્રત, ક્રોધ આદિ ચાર કષાય, દાન, શીલ, તપ અને ભાવનું નિરૂપણ છે.
ટીકાઓ – તેના ટીકાકારોનાં નામ આ પ્રમાણે છે : ગુણકીર્તિસૂરિ (વિ. સં. ૧૬૬૭), ચરિત્રવર્ધન (વિ.સં.૧૫૦૫), જિનતિલકસૂરિ, ધર્મચન્દ્ર, ભાવચરિત્ર, વિમલસૂરિ અને હર્ષકીર્તિ. કેટલાક વિદ્વાન આ નામોમાં ગુણાકરસૂરિ અને પ્રમોદકુશલગણીનાં નામો પણ ગણાવે છે. સૂક્તાવલી
પદ્માનન્દ મહાકાવ્ય વગેરેના કર્તા અમરચન્દ્રસૂરિની આ કૃતિ છે એમ ચતુર્વિશતિપ્રબંધ (પૃ. ૧૨૬)માં કહ્યું છે, પરંતુ તેની એક પણ હસ્તલિખિત પ્રતિ મળતી નથી. વન્નાલગ્ન
આને પદ્યાલય, વજાલય, વિજwાલય પણ કહે છે. તેના કર્તા જયવલ્લભ છે. તેમાં જૈન મહારાષ્ટ્રીમાં રચાયેલા ૭૯૫ અને મોટી વાચના અનુસાર ૧૩૩૦ પદ્ય છે.
૧. તેનો ગુજરાતી અનુવાદ એ દયાલજી ગંગાધર ભણસાળી અને ભોગીલાલ અમૃતલાલ
ઝવેરીના સંયુક્ત પ્રયાસોનું પરિણામ છે. આ અનુવાદ છપાયો છે. તેનો હિંદી અનુવાદ પણ છપાયો છે. તે ઉપરાંત જર્મન ભાષામાં આર. શ્મિટ અને જોહાનિસ હટલે કરેલો
અનુવાદ પણ પ્રકાશિત થયો છે. ૨. આ ગ્રંથ કાવ્યમાલા (ગુચ્છક ૭)માં પ્રકાશિત થયો છે. તે ઉપરાંત હર્ષકીર્તિસૂરિકૃત ટીકા
સાથે આ કૃતિ સન્ ૧૧૨૪માં છપાઈ છે. ૩. આનો પવોલિનીએ ઈટાલિયન ભાષામાં અનુવાદ કર્યો છે. ૪. ફાર્બસ ગુજરાતી સભાએ પ્રકાશિત કરેલ અને મેં સંપાદિત કરેલ સંસ્કરણના આ પૃષ્ઠક
૫. આ કૃતિ “બિમ્બિઓથિકા ઈન્ડિકા' કલકત્તાથી ત્રણ ભાગોમાં સન્ ૧૯૧૪, ૧૯૨૩ અને
૧૯૪૪માં પ્રો. જયૂલિયસ લેબરે પ્રકાશિત કરી છે. તેમાં સંસ્કૃત છાયા, રત્નદેવગણીની
- Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org