Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૨૦
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ સંબોહાયરણ (સંબોધપ્રકરણ)
૧૫૯૦ પદ્યની આ કૃતિ હરિભદ્રસૂરિએ મુખ્યપણે જૈન મહારાષ્ટ્રીમાં લખી છે. તે બાર અધિકારોમાં વિભક્ત છે. તેમાં દેવ, સદ્ગર, કુગુર, સમ્યક્ત, શ્રાવક અને તેની પ્રતિમાઓ અને વ્રતો, સંજ્ઞા, વેશ્યા, ધ્યાન, આલોચના આદિ, બાબતોનું નિરૂપણ છે. તેની કેટલીય કથાઓ રત્નશેખરસૂરિએ સંબોહસત્તરિમાં ઉદ્ધત કરી છે. ૧. સંબોહસત્તરિ (સંબોધસપ્તતિ)
આ કૃતિ હરિભદ્રસૂરિએ લખી હતી એમ કેટલાય માને છે, પરંતુ તેની એક પણ હસ્તલિખિત પ્રતી મળી નથી. ૨. સંબોહસત્તરિ (સંબોધસપ્તતિ) - ૭૫ કે ૭૬ પઘોની જૈન મહારાષ્ટ્રીમાં રચાયેલી આ કૃતિના પ્રણેતા રત્નશેખરસૂરિ છે. તે જયશેખરસૂરિના શિષ્ય વજસેનસૂરિના શિષ્ય હતા. તે પુરોગામીઓના ગ્રંથોમાંથી ગાથાઓ ઉદ્ધત કરી કૃતિ રચે છે. તેમાં દેવ, ગુરુ, કુગુરુ, ધર્મનું સ્વરૂપ, સમ્યક્તની દુર્લભતા, સૂરિના ૩૬ ગુણ, સામાન્ય સાધુ અને શ્રાવકના ગુણ, જિનાગમનું માહાભ્ય, દ્રવ્યસ્તવ અને ભાવતવનું ફળ, શીલની પ્રધાનતા, કષાય, પ્રમાદ, નિદ્રા, શ્રાવકની અગીઆર પ્રતિમાઓ, અબ્રહ્મ અને માંસના દોષો, જિનદ્રવ્ય અને પૂજા – આ વિવિધ વિષયોનું નિરૂપણ છે.
ટીકાઓ – તેના ઉપર અમરકીર્તિસૂરિની એક વૃત્તિ છે. તે માનકીર્તિગણિના શિષ્ય હતા. આ વૃત્તિના પ્રારંભમાં બે અને અંતમાં ત્રણ પદ્ય છે. આ વૃત્તિ
૧. આ કૃતિ જૈનધર્મ પ્રસારક સભાએ સન્ ૧૯૧૬માં છપાવી છે. તેમાં અનેક યંત્ર છે.
તેને સંબોધતત્ત્વ પણ કહે છે. ૨. બીજા અધિકારનાં પથી ૧૨ પદ્ય સંસ્કૃતમાં છે. ૩. આનો ગુજરાતી અનુવાદ વિજયોદયસૂરિના શિષ્ય પં. મેરવિજયગણીએ કર્યો છે. આ
અનુવાદ જૈનધર્મ પ્રસારક સભાએ સન્ ૧૯૫૧માં પ્રકાશિત કર્યો છે. તેના અંતિમ પૃ. ૨૬૫-૩૦૦ ઉપર હરિભદ્રકૃત પૂયાપચાસગ, જિણઈયવંદણવિહિ અને દિખાપરણના
ગુજરાતી અનુવાદો આપ્યા છે. ૪. આ કૃતિ અમરકીર્તિસૂરિની ટીકા સાથે હીરાલાલ હંસરાજે સન્ ૧૯૧૧માં છપાવી છે.
તેમાં મૂળની ૭૬ ગાથાઓ છે. તે ઉપરાંત, આ જ મૂલ કૃતિ ગુણવિનયની વૃત્તિ સાથે જૈન આત્માનન્દ સભાએ વિ.સં. ૧૯૭૨માં પ્રકાશિત કરી છે. તેમાં ૭પ ગાથાઓ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org