Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૧૮
ટીકા
આના ઉપર ભાનુચન્દ્રગણિએ
છે. તેનું સંશોધન જયવિજયે કર્યું છે.૧
૧. વન્દ્વમાણદેસણા (વર્ધમાનદેશના)
—
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ
વિ.સં.૧૬૭૧માં એક વૃત્તિ લખી
૩૧૬૩ પદ્ય સુધી જૈન મહારાષ્ટ્રીમાં તથા ૧૦ પદ્ય સુધી સંસ્કૃતમાં રચાયેલી આ કૃતિના કર્તા શુભવર્ધનગણી છે. તેનો રચનાકાળ વિ.સં.૧૫૫૨ છે. જાવડની વિનંતીથી તેમણે આ ગ્રન્થ રચ્યો છે. તે લક્ષ્મીસાગરસૂરિના શિષ્ય સાધુવિજયના શિષ્ય હતા. વર્ધમાનસ્વામીએ અર્થાત્ મહાવીરસ્વામીએ ઉવાસગદસા નામના સાતમા અંગનો જે અર્થ કહ્યો હતો તે સુધર્માસ્વામીએ જમ્બુસ્વામીને કહ્યો. તે અર્થને આમાં સ્થાન આપ્યું છે, તેથી આ કૃતિને ‘વર્ધમાનદેશના’ કહે છે. તે દસ ઉલ્લાસોમાં વિભક્ત છે. ઉલ્લાસાનુસાર તેની પદ્યસંખ્યા ક્રમશઃ ૮૦૩, ૭૨૪, ૩૬૦, ૨૪૪, ૧૩૫, ૨૨૫, ૧૮૬, ૧૭૮, ૧૦૭ અને ૨૧૧ છે. આમ તેમાં કુલ પદ્યસંખ્યા ૩૧૭૩ છે. પ્રત્યેક ઉલ્લાસના અંતે એક પઘ સંસ્કૃતમાં છે અને તે બધા ઉલ્લાસમાં એકસરખું છે.
પ્રત્યેક ઉલ્લાસમાં આનન્દ વગેરે દસ શ્રાવકોમાંથી એક એકનો અધિકાર છે. પ્રથમ ઉલ્લાસમાં સમ્યક્ત્વના વિશે આરામશોભાની કથા આપવામાં આવી છે. તેમાં શ્રાવકના બાર વ્રતોને સમજાવવા માટે હિરબલ માછીમાર, હંસ નૃપ, લક્ષ્મીપુંજ, મદિરાવતી, ધનસાર, ચારુદત્ત, ધર્મ નૃપ, સુરસેન અને મહાસેન, કેસરી ચોર,, સુમિત્ર મંત્રી, રણશૂર નૃપ, અને જિનદત્ત આ બાર વ્યક્તિઓની એક એક કથા આપવામાં આવી છે.
રાત્રિભોજનવિરમણના વિશે હંસ અને કેશવની કથા આપવામાં આવી છે. બાકીના નવ ઉલ્લાસોમાં જે એક એક અવાન્તર કથા આવે છે તેની યાદી નીચે મુજબ છે :
૨.
૧. આનો ગુજરાતી અનુવાદ પં. દામોદર ગોવિંદાચાર્યે કર્યો છે અને તે છપાયો પણ છે. આ ગ્રન્થ જૈનધર્મ પ્રસારક સભાએ બે ભાગોમાં વિ.સં.૧૯૮૪ અને ૧૯૮૮માં છપાવ્યો છે. પ્રથમ ભાગમાં ત્રણ ઉલ્લાસ અને બીજામાં બાકીના બધા ઉલ્લાસ છે. તેના પહેલાં વિ.સં.૧૯૬૦માં બાલાભાઈ છગનલાલે તે પ્રકાશિત કર્યો હતો.
૩. તે ગ્યાસુદ્દીન ખિલજીના કોશાધિકારી હતા. તેમને ‘લઘુશાલિભદ્ર' પણ કહેવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org