Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨ ૧૬
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ ૩. ધર્મકલ્પદ્રુમ
આ નામની બે અજ્ઞાતકર્તક કૃતિઓ પણ મળે છે. વિવેગમંજરી (વિવેકમંજરી)
જૈન મહારાષ્ટ્રીમાં રચાયેલા ૧૪૪ પદ્યોની આ કૃતિ આસડે વિ.સં. ૧૨૪૮માં લખી છે. તેના પહેલા પદ્યમાં મહાવીરસ્વામીને વંદન કર્યા છે. પછી વિવેકનો મહિમા સમજાવ્યો છે અને તેના ભૂષણરૂપ મનની શુદ્ધિનો ઉલ્લેખ કર્યો છે. આ શુદ્ધિના ચાર કારણો જણાવી તેમનું વિસ્તારથી નિરૂપણ કર્યું છે. એ ચાર કારણો નીચે મુજબ છે : ૧. ચાર શરણોની પ્રતિપત્તિ અર્થાત્ તેમનો સ્વીકાર, ૨. ગુણોની સાચી અનુમોદના, ૩. દુષ્કર્મોની – પાપોની નિન્દા અને ૪. બાર ભાવનાઓ.
તીર્થકર, સિદ્ધ, સાધુ અને ધર્મ – આ ચારેને મંગલ કહીને તેમનું શરણ લેવા કહ્યું છે. વર્તમાન ચોવીસીનાં નામ આપી તેમને તથા અતીત ચોવીસી વગેરેના તીર્થકરોને નમસ્કાર કર્યા છે. પ્રસંગોપાત્ત દષ્ટાન્તોનો પણ નિર્દેશ કર્યો છે. ગાથા પ૦-પ૩માં ભિન્ન ભિન્ન મુનિઓનાં તથા ગાથા ૫૬-૫૮માં સીતા વગેરે સતીઓનાં નામ આવે છે. પ્રારંભની સાત ગાથાઓમાંથી છ ગાથાઓ તીર્થકરોની સ્તુતિપરક છે.
ટીકા – તેના ઉપર બાલચન્દ્રની એક વૃત્તિ છે. તેની વિ.સં.૧૩૨૨માં લખાયેલી એક હસ્તલિખિત પ્રતિ મળી છે. મૂલમાં સૂચિત દૃષ્ટાંતોના સ્પષ્ટીકરણ માટે સંસ્કૃત શ્લોકોમાં નાનીમોટી કથાઓ વૃત્તિમાં આપવામાં આવી છે. ઉદાહરણાર્થ, બાહુબલિની કથા (“ભારતભૂષણ' નામના ચાર સર્ગોવાળા મહાકાવ્યના રૂપમાં), સનકુમારની કથા, સ્થૂલિભદ્રની કથા, શાલિભદ્રની કથા, વજસ્વામીની કથા, અભયકુમારની કથા (ચાર પ્રકારની બુદ્ધિ ઉપર લખાયેલ એક એક પ્રકાશના રૂપમાં), સીતાની કથા (“સીતાચરિત' નામે ચાર સર્ગોવાળા
૧. જૈન વિવિધ સાહિત્ય શાસ્ત્રમાલા'માં આ (ગા. ૧-૫૮) બાલચન્દ્રની વૃત્તિ સાથે પ્રથમ
ભાગ રૂપે બનારસથી વિ.સં. ૧૯૭૫માં છપાઈ હતી. આનો બીજો ભાગ વિ.સં.૧૯૭૬માં
પ્રકાશિત થયો હતો. તેમાં પથ્થી ૧૪૪ ગાથાઓ આપવામાં આવી છે. ૨. આ ચારને ચાર દ્વાર કહીને વૃત્તિકારે પ્રત્યેક દ્વાર માટે “પરિમલ' સંજ્ઞાનો પ્રયોગ કર્યો
છે. પ્રથમ પરિમલમાં ૨૫ ગાથાઓ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org