Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૧૪
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ કરેલી મુનિની ચિકિત્સાની વાત રજૂ કરી છે.
દસમાં પ્રકાશમાં જિનકલ્પીની બાર ઉપાધિઓ, સચેલક અને અચેલક બે પ્રકારના ધર્મ, વસ્ત્રદાનનો મહિમા અને તેના ઉપર ધ્વજભુજંગ રાજાની કથા – આમ વિવિધ બાબતોનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
અગીઆરમા પ્રકાશમાં તુંબ, લાકડું, માટી – આ ત્રણે પ્રકારના પાત્રોનો ઉલ્લેખ કરી પાત્રદાનના વિષયમાં ધનપતિ શ્રેષ્ઠીની કથા આપવામાં આવી છે.
બારમા પ્રકાશમાં આશંસા, અનાદર, પશ્ચાત્તાપ, વિલંબ અને ગર્વ – દાનના આ પાંચ દોષોનું અને તેના વિપરીત પાંચ ગુણોનું નિરૂપણ કરી તેમના વિશે બે વૃદ્ધા સ્ત્રીઓની, યક્ષ શ્રાવક અને ધન વેપારીની, ભીમની, જીર્ણશ્રેષ્ઠીની, નિધિદેવ અને ભોગદેવની, સુધન અને મદનની, કૃતપુણ્ય અને દશાર્ણભદ્રની, ધનસારશ્રેષ્ઠી તથા શકુન્તલાદેવીની કથાઓ આપવામાં આવી છે.
અત્તે પ્રશસ્તિ છે, તેમાં કર્તાએ પોતાની ગુરુપરંપરા, દાનપ્રદીપનું રચનાસ્થાન, રચનાવર્ષ વગેરે ઉપર પ્રકાશ નાખ્યો છે. દાનાદિપ્રકરણ
દ્રોણાચાર્યના શિષ્ય સૂરાચાર્યે રચેલી (વિક્રમની ૧૧મી શતાબ્દીના ઉત્તરાર્ધ), સાત અવસરોમાં વિભક્ત અને કુલ ૫૩૭ સંસ્કૃત પદ્યોવાળી આ કૃતિ છે. ૨ સીલોવએસમાલા (શીલોપદેશમાલા)
જયસિંહસૂરિના શિષ્ય જયકીર્તિની જૈન મહારાષ્ટ્રીમાં રચાયેલી આ કૃતિમાં આર્યા છન્દનાં કુલ ૧૧૬ પદ્ય છે. તેમાં શીલ અર્થાત બ્રહ્મચર્યના પાલન માટે દૃષ્ટાન્તપૂર્વક ઉપદેશ આપ્યો છે. શીલનું ફળ, સ્ત્રીસંગનો દોષ, સ્ત્રીને સાથે રાખવાથી અપવાદ, સ્ત્રીની નિન્દા અને પ્રશંસા વગેરે બાબતોનું નિરૂપણ છે.
ટીકાઓ – રુદ્રપલ્લીયગચ્છના સંઘતિલકસૂરિના શિષ્ય સોમતિલકસૂરિએર વિ.સં.૧૩૯૪માં લાલસાધુના પુત્ર છાજૂના માટે આ ગ્રન્થ ઉપર શીલતરંગિણી નામની વૃત્તિ લખી છે. તેના પ્રારંભના સાત શ્લોકોમાં મંગલાચરણ છે અને
૧. સોમતિલકસૂરિની શીલતરંગિણી નામની ટીકા સાથે આ મૂલ કૃતિ હીરાલાલ હંસરાજે
સન્ ૧૯૦૯માં પ્રકાશિત કરી છે. તેના પહેલાં સન્ ૧૯૦૦માં મૂલ કૃતિ શીલતરંગિણીના
ગુજરાતી અનુવાદ સાથે “જૈન વિદ્યાશાલા” અમદાવાદે પ્રકાશિત કરી હતી. ૨. લા. દ. વિદ્યામંદિરે આ કૃતિ વિસ્તૃત અંગ્રેજી પ્રસ્તાવના સાથે પ્રકાશિત કરી છે. ૩. તેમનું બીજું નામ વિદ્યાતિલક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org