Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
ધર્મોપદેશ
૨૨૧ પ્રકાશિત થઈ છે. આ મૂલ કૃતિ ઉપર એક બીજી વૃત્તિ જયસોમના શિષ્ય ગુણવિનયે વિ.સં. ૧૬પ૧માં લખી છે. તેના પ્રારંભમાં પાંચ પદ્ય છે અને અન્તમાં ચોત્રીસ પોની પ્રશસ્તિ તથા તેના પછી વૃત્તિકારની અગીઆર પદ્યની પટ્ટાવલી છે." ૩. “સંબોહસત્તરિ (સંબોધસપતિ)
જૈન મહારાષ્ટ્રીના ૭૦ પઘોમાં રચાયેલી આ કૃતિના કર્તા અંચલગચ્છના જયશેખરસૂરિ છે એવો જિનરત્નકોશમાં (ખંડ ૧, પૃ. ૪૨૨) ઉલ્લેખ છે, પરંતુ તે વિચારણીય છે. આ ઉપર્યુક્ત કૃતિ હોય એવું લાગે છે.
ટીકાઓ – આના ઉપર યશોવિજયજીની ટીકા છે. તેની એક હસ્તલિખિત પ્રતિ અમદાવાદના વિમલગચ્છના ઉપાશ્રયમાં છે. ઉપરાંત, એક અજ્ઞાતકર્તક અવચૂરિની વિ.સં. ૧૫૩૭ની હસ્તલિખિત પ્રતિ મળે છે. વિ.સં. ૧૫૨૮માં મેરુસુંદરે એક બાલાવબોધ પણ લખ્યો છે. સુભાષિતરત્નસન્દ્રોહ
મથુરાસંઘના માધવસેનના શિષ્ય અમિતગતિની આ કૃતિ છે. તેમાં ૯૨૨
૧. આ મૂલ કૃતિનો ગુજરાતી અનુવાદ કેટલાંય સ્થાનોથી પ્રકાશિત થયો છે. ૨. આ કૃતિ ગુણવિનયના વિવરણ અને બાલાવબોધ સહિત જૈન આત્માનન્દ સભાએ સન્
૧૯૨૨માં પ્રકાશિત કરી છે. ૩. જુઓ જિનરત્નકોશ (વિ.૧, પૃ. ૪૨૨). આ જયશેખરસૂરિકૃત સંબોહસત્તરિની ટીકા
છે એવું માન્યું છે. અવચૂરિ અને બાલાવબોધ માટે પણ એવું જ માની લીધું છે.
મને તો આ ત્રણે રત્નશખરીય કૃતિ ઉપર હોય એવું લાગે છે. ૪. તેમની વિવિધ કૃતિઓનો ઉલ્લેખ મેં મારા “જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ (ખંડ
૧, પૃ. ૨૪૪-૨૪૫)માં કર્યો છે. ૫. આ કૃતિ કાવ્યમાલા (સન્ ૧૯૦૯, બીજી આવૃત્તિ)માં છપાઈ છે. તે ઉપરાંત હિંદી
અનુવાદ સાથે આ કૃતિ “હરિભાઈ દેવકરણ ગ્રન્થમાલા' કલકત્તાએ સન્ ૧૯૧૭માં પ્રકાશિત કરી છે. આર. શ્મિટ અને જોહાનિસ હટલે મૂળ કૃતિનું સંપાદન કરી જર્મન ભાષામાં અનુવાદ કર્યો છે અને 2.D.M.G.(Vol.59 & 61) માં સન્ ૧૯૦૦ અને ૧૯૦૫માં પ્રકાશિત થયો છે. વળી દયાલજી ગંગાધર ભણસાળી અને ભોગીલાલ અમૃતલાલ ઝવેરીકૃત ગુજરાતી અનુવાદ સાથે મૂલ કૃતિ હીરજી ગંગાંધર ભણસાળીએ વિ.સં. ૧૯૮૮માં પ્રકાશિત કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org