Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
ધર્મોપદેશ
૨૦૩ કાલની કરાલતા, પરીષહ અને દુઃખોને સહન કરવા, ગુરુની કઠોર વાણીની આદરણીયતા, આત્માનું સ્વરૂપ વગેરે વિષયો છે. તેમાં મુક્તિની સાધના માટેનો ઉપદેશ દેવામાં આવ્યો છે. ૨૬૯મા શ્લોકમાં શ્લેષ દ્વારા કર્તાએ પોતાનું અને પોતાના ગુરુનું નામ સૂચવ્યું છે.
ટીકા – તેના ઉપર પ્રભાચન્દ્ર એક ટીકા લખી છે. તેને આત્માનુશાસનતિલક કહે છે કે અન્યને એ વિચારણીય છે. આ મૂલ કૃતિ ઉપર ૫. ટોડરમલે તથા પં. વંશીધર શાસ્ત્રીએ એક એક ભાષાટીકા લખી છે.' ધર્મસાર
આ હરિભદ્રસૂરિની કૃતિ છે. તેનો ઉલ્લેખ પંચસંગ્રહ (ગાથા ૮)ની ટીકા (પત્ર ૧૧ આ)માં મલયગિરિસૂરિએ કર્યો છે, પરંતુ આજ સુધી તે મળી જ નથી.
ટીકા – પ્રસ્તુત કૃતિ ઉપર મલયગિરિસૂરિએ એક ટીકા લખી છે, પરંતુ તે પણ મૂલની જેમ અપ્રાપ્ય છે. આ ટીકાનો ઉલ્લેખ મલયગિરિએ ધર્મસંગ્રહણીમાં કર્યો છે. ધર્મબિન્દુ
આ હરિભદ્રસૂરિની આઠ અધ્યાયોમાં વિભક્ત કૃતિ છે. આ અધ્યાયોમાં અલ્પાધિક સૂત્રો છે. તેમની કુલ સંખ્યા પર છે. આ કૃતિ ગૃહસ્થ અને શ્રમણોના સામાન્ય તથા વિશેષ ધર્મો પર પ્રકાશ નાખે છે. તેમાં નીચે જણાવેલા અધ્યાયો છે. . ગૃહસ્થસામાન્યધર્મ, ૨. ગૃહસ્થદેશનાવિધિ, ૩. ગૃહસ્થવિશેષદેશનાવિધિ, ૪. યતિસામાન્યદેશનાવિધિ, ૫. યતિધર્મદિશનાવિધિ, ૬. યતિધર્મવિશે ખદેશનાવિધિ, ૭. ધર્મફલદેશનાવિધિ, ૮. ધર્મફલવિશેષદેશનાવિધિ.
૧. શ્રી જગન્દરલાલ જૈનીએ તેનો અંગ્રેજી અનુવાદ પણ કર્યો છે. ૨. આ કૃતિ મુનિચન્દ્રસૂરિની ટીકા સાથે જૈન આત્માનન્દ સભાએ વિ.સં. ૧૯૬૭માં પ્રકાશિત
કરી છે. તેનો ગુજરાતી અનુવાદ સન્ ૧૯૨૨માં છપાયો છે. આ ઉપરાંત મુનિચન્દ્રસૂરિની ટીકા સાથે ભૂલ કૃતિનો અમૃતલાલ મોદીએ કરેલો હિંદી અનુવાદ ‘હિન્દી જૈન સાહિત્ય પ્રચારક મંડલ', અમદાવાદ સન્ ૧૯૫૧માં પ્રકાશિત કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org