Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
ધર્મોપદેશ
૨૧૧ તે ઉપરાંત બીજી અગીઆર કૃતિઓ સમ્યક્તકૌમુદી નામવાળી મળે છે. તેમાંથી ચાર અજ્ઞાતકર્તક' છે; બાકીનીના કર્તાઓનાં નામ નીચે મુજબ છે : ધર્મકીર્તિ, મંગરસ, મલ્લિભૂષણ, યશકીર્તિ, વત્સરાજ, યશસેન અને વાદિભૂષણ. સક્રિય (ષષ્ઠિશત)
૧૬૧ પદ્યોની જૈન મહારાષ્ટ્રીમાં રચાયેલી આ કૃતિના પ્રણેતા ભાંડાગારિક (ભંડારી) નેમિચન્દ્ર છે. તે મારવાડના મરોટ ગામના નિવાસી હતા. તેમણે પોતાના પુત્ર આંબડને જિનપતિસૂરિ પાસે દીક્ષા અપાવી હતી. આ જ આંબડ આગળ ઉપર જિનેશ્વરસૂરિ (વિ.સં.૧૨૪૫-૧૩૩૧) નામથી પ્રસિદ્ધ થયા. નેમિચન્દ્ર ઉપર જિનવલ્લભસૂરિના ગ્રંથોનો પ્રભાવ પડ્યો હતો. તેમણે અપભ્રંશમાં ૩૫ પઘોમાં “જિણવલ્લહસૂરિ-ગુણવણણ” લખ્યું છે. તે ઉપરાંત તેમણે પાસનાહથોત્ત” પણ રચ્યું છે.
સક્રિસયમાં અભિનિવેશ અને શિથિલ આચારની કઠોર આલોચના કરી છે. તેમાં સદ્દગુરુ, કુગુરુ, મિથ્યાત્વ, સદ્ધર્મ, સદાચાર વગેરેનું સ્વરૂપ સમજાવ્યું છે. તેમાં જે સામાન્ય ઉપદેશ આપવામાં આવ્યો છે તે ધર્મદાસગણીની ઉપદેશમાલાથી પ્રભાવિત છે.
ટીકાઓ – તેના ઉપર એક ટીકા ખરતરગચ્છના તપોરત્ન અને ગુણરત્ન વિ.સં.૧૫૦૧માં લખી છે. બીજી ટીકાના કર્તા ધર્મમંડનગણી છે. સહજમંડનગણીએ તેના ઉપર એક વ્યાખ્યાન લખ્યું છે. એક અજ્ઞાતકક અવચૂરિ પણ છે. જયસોમ ગણીએ તેના ઉપર એક સ્તબક લખ્યું છે તથા
૧. એકના કર્તા ધૃતસાગરના શિષ્ય છે. ૨. આ અનેક સ્થાનોથી પ્રકાશિત થઈ છે. મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, વડોદરાએ
સન્ ૧૯૫૩માં “ષષ્ઠિશતકપ્રકરણ' નામે પ્રકાશિત કરી છે. તેમાં સોમસુંદરસૂરિ, જિનસાગરસૂરિ અને મેરુસુંદર આ ત્રણેના બાલાવબોધ અને ‘જિણવણણ” અને પાસનાથોત્ત' પણ છપાયાં છે. તે ઉપરાંત ગુણરત્નની ટીકા સાથે મૂલ કૃતિ “સત્યવિજય જૈન ગ્રન્થમાલા', અમદાવાદ સન્ ૧૯૨૪માં અને ગુજરાતી અનુવાદ સાથે મૂલ કૃતિ હિરાલાલ હંસરાજે વિ.સં.૧૯૭૬માં પ્રકાશિત કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org