Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨ ૧૦
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ ટીકાઓ – કર્તાએ પોતે જ આના ઉપર બૃહદ્ઘત્તિ લખી છે, તેનો પ્રારંભ યુદ્ધકુત્રાસ્મોજવ્યાપ્ય થી થાય છે. ધર્મઘોષસૂરિના શિષ્ય વિમલગણીએ વિ.સં.૧૧૮૪માં તેના પર એક ટીકા લખી છે. ચન્દ્રપ્રભસૂરિના શિષ્ય ધર્મઘોષસૂરિના શિષ્ય દેવભદ્રે પણ તેના ઉપર પ૨૭ શ્લોકપ્રમાણ વૃત્તિ લખી છે. આ ઉપરાંત, તેના ઉપર ૮૦૦૦ શ્લોકપ્રમાણ રત્નમહોદધિ નામની એક વૃત્તિ છે, તેનો પ્રારંભ ચક્રેશ્વરે કર્યો હતો અને તેમના પ્રશિષ્ય તિલકસૂરિએ વિ.સં.૧૨૭૭માં તેને પૂરી કરી હતી. વળી, તેના ઉપર અજ્ઞાતકર્તક એક વૃત્તિ અને બીજી એક ટીકા પણ મળે છે. તેમાંથી વૃત્તિ ૧૨૦૦૦ શ્લોકપ્રમાણ છે અને જૈન મહારાષ્ટ્રીમાં રચાયેલી કથાઓથી વિભૂષિત છે. ૧. સમ્યક્તકૌમુદી
૯૯૫ શ્લોકપ્રમાણ આ કૃતિ જયશેખરે વિ.સં. ૧૪૫૭માં રચી છે. તેમાં સમ્યક્તનું નિરૂપણ છે. ૨. સમ્યક્તકૌમુદી
આની રચના જયચન્દ્રસૂરિના શિષ્ય જિનહર્ષગણીએ વિ.સં. ૧૪૮૭માં કરી છે. તે સાત પ્રસ્તાવોમાં વિભક્ત છે. તેમાં સમ્યત્વી અદાસનું ચરિત્ર આલેખ્યું છે. તે ઉપરાંત તેમાં સમ્યક્ત, મિથ્યાત્વ, દેશવિરતિ, સર્વવિરતિ, વસ સ્થાનક, અગીઆર પ્રતિમા, આઠ દષ્ટિ વગેરે વિષયોનું પણ નિરૂપણ આવે છે. સંસ્કૃત અને જૈન મહારાષ્ટ્રમાં ઉદ્ધરણો આપ્યાં છે. ૩. સમ્યક્તકૌમુદી
આ કૃતિ ચિત્રગચ્છના ગુણકરસૂરિએ વિ.સં.૧૫૦૪માં લખી છે. તે ૧૪૮૮ શ્લોકપ્રમાણ છે. ૪. સમ્યક્તકૌમુદી
તેના કર્તા આગમગચ્છના સિંહદત્તસૂરિના શિષ્ય સોમદેવસૂરિ છે. તેમણે પદ્યમાં વિ.સં.૧૫૭૩માં ૩૩૫૨ શ્લોકપ્રમાણ આ કૃતિ રચી છે.
૧. જૈન આત્માનન્દ સભાએ વિ.સં.૧૯૭૦માં આનું પ્રકાશન કર્યું છે. ૨. કર્તાના શિષ્ય જિનભદ્રગણીએ તેના ઉપર એક વૃત્તિ વિ.સં.૧૪૯૭માં લખી છે અને
તે છપાઈ પણ છે, એવું જિનરત્નકોશ (વિ.૧, પૃ.૪૨૪)માં જણાવ્યું છે, પણ તે ખોટું જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org