Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ
મહારાષ્ટ્રીમાં રચાયેલાં આર્યાછન્દનાં ૫૩૧ પદ્ય આમાં છે. તેનો મુખ્ય વિષય બાર ભાવનાઓમાંથી ભવભાવના કે સંસારભાવના છે. ૩૨૨ ગાથાઓ કેવળ એના વિશે છે. ભવભાવના ઉપરાંત બીજી અગીઆર ભાવનાઓનું પ્રસંગવશ નિરૂપણ તેમાં આવે છે. એક જ ભવની બાલ્ય આદિ અવસ્થાઓનું પણ એમાં વર્ણન છે. લેખકની ઉપદેશમાલા સાથે આ કૃતિનો વિચાર કરનારને આચારધર્મનો યથેષ્ટ બોધ થઈ શકે છે. તે નીતિશાસ્ત્રનો પણ માર્ગ દર્શાવી શકે છે. ટીકાઓ આ કૃતિ ઉપર વિ.સં.૧૧૭૦માં રચાયેલી ૧૨,૯૫૦ શ્લોકપ્રમાણવાળી એક સ્વોપજ્ઞ વૃત્તિ છે. તેમાં મૂળમાં સૂચિત દૃષ્ટાંતોની કથાઓ પ્રાયઃ જૈન મહારાષ્ટ્રીમાં આપવામાં આવી છે. આ કથાઓ ઉપદેશમાલાની સ્વોપન્ન વૃત્તિમાં આવતી કથાઓથી પ્રાયઃ ભિન્ન છે. આ બંને વૃત્તિઓની કથાઓને ભેગી કરતાં એક મહત્ત્વપૂર્ણ કથાકોશ બની શકે છે. આ વૃત્તિના અધિકાંશ ભાગમાં નેમિનાથ અને ભુવનભાનુના ચરિત્રો આવે છે.
૨૦૮
-
ભવભાવના ઉ૫૨ જિનચન્દ્રસૂરિએ એક ટીકા લખી છે. તે ઉપરાંત એક અજ્ઞાતકર્તૃક ટીકા અને અવસૂરિ પણ છે. વળી, તેના ઉ૫૨ માણિક્યસુંદરે વિ.સં.૧૭૬૩માં એક બાલાવબોધ લખ્યો છે.
ભાવનાસારે
આ અજિતપ્રભની કૃતિ છે. તેમણે પોતે તેનો ઉલ્લેખ વિ.સં.૧૩૭૬માં રચેલ શાન્તિનાથચરિત્રની પ્રસ્તાવનામાં કર્યો છે. આ અજિતપ્રભ પૂર્ણિમાગચ્છના વીરપ્રભના શિષ્ય હતા.
ભાવનાસન્ધિ
અપભ્રંશમાં રચાયેલી ૭૭ પદ્યોની આ કૃતિના કર્તા શિવદેવસૂરિના શિષ્ય જયદેવ છે. તેમાં સન્ ૧૦૫૪માં સ્વર્ગવાસી થનાર. મુંજના વિશે ઉલ્લેખ છે.
૧ જુઓ પત્ર ૭થી ૨૬૮. આ ચરિત્ર જૈન મહારાષ્ટ્રીનાં ૪૦૫૦ (૮+૪૦૪૨) પદ્યોમાં રચાયું છે. તેમાં સાથે સાથે નવમા વાસુદેવ કૃષ્ણનું ચરિત્ર પણ આલેખવામાં આવ્યું
છે.
૨. જુઓ પત્ર ૨૭૯થી ૩૬૦. આ ચિરત્ર મુખ્યપણે સંસ્કૃત ગદ્યમાં છે. ૩. આ કૃતિ Annals of the Bhandarkar Oriental Research Institute
(Vol.XII)માં છપાઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org