Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
ધર્મોપદેશ
બૃહન્મિથ્યાત્વમથન
તેના કર્તા હરિભદ્રસૂરિ છે એમ સુમતિગણીએ ગણધરસાદ્ધેશતકની બૃહવૃત્તિમાં કહ્યું છે પણ આ કૃતિ આજ સુધી મળી નથી. દરિસણસત્તરિ (દર્શનસપ્તતિ) અથવા સાવયધમ્મપયરણ (શ્રાવકધર્મપ્રકરણ) આ હરિભદ્રસૂરિની જૈન મહારાષ્ટ્રીનાં ૧૨૦ પઘોમાં રચાયેલી કૃતિ છે. તેમાં સમ્યક્ત્વ અને શ્રાવકના સાગારધર્મનું નિરૂપણ છે. દરિસણસુદ્ધિ (દર્શનશુદ્ધિ) અથવા દરસણસત્તરિ (દર્શનસપ્તતિ)
આ હરિભદ્રસૂરિની જૈન મહારાષ્ટ્રીમાં રચાયેલ ૭૦ પઘોની કૃતિ છે. તેમાં
સમ્યક્ત્વના ૬૭ બોલ ઉપર પ્રકાશ પાડ્યો છે. તેને સમ્યક્ત્વસઋતિકા પણ કહે છે. તેની પાંચમી અને છઠ્ઠી ગાથા કોઈ પુરોગામીની કૃતિમાંથી ઉદ્ધૃત કરવામાં આવી છે. ગાથા ૫૯-૬૩માં આત્માનું લક્ષણ અને સ્વરૂપ સમજાવ્યું છે.
-
ટીકાઓ - વિ.સં. ૧૪૨૨માં રચાયેલા ૭૭૧૧ શ્લોકપ્રમાણ ‘તત્ત્વકૌમુદી’ નામના વિવરણના કર્તા ગુણશેખરસૂરિના શિષ્ય સંઘતિલકસૂરિ છે. તેમાં વિવિધ કથાઓ આપવામાં આવી છે, તેમાંથી કેટલીક સંસ્કૃતમાં છે તો કેટલીક પ્રાકૃતમાં છે. આ ઉપરાંત બે ઉપલબ્ધ અવસૂરિઓમાંથી એક ગુણનિધાનસૂરિના શિષ્યની છે અને બીજી અજ્ઞાતકર્તૃક છે. મુનિસુંદરસૂરિના શિષ્ય શિવમંડનગણીએ પણ તેના ઉપર એક ટીકા લખી છે. શાન્તિચન્દ્રના શિષ્ય રત્નચન્દ્રગણીએ વિ.સં.૧૬૭૬માં તેના ઉપર એક બાલાવબોધ લખ્યો છે. સમ્મત્તપયરણ (સમ્યક્ત્વપ્રકરણ) અથવા દંસણસુદ્ધિ (દર્શનશુદ્ધિ)
આ પ્રકરણ ચન્દ્રપ્રભસૂરિએ જૈન મહારાષ્ટ્રીમાં લખ્યું છે. તેનો પ્રારંભ ‘પત્તભવણતીર'થી થાય છે. તેમાં સમ્યક્ત્વની શુદ્ધિના વિશે વિચાર કરવામાં આવ્યો છે.
૨૦૯
૧. આ ઋષભદેવજી કેશરીમલજી શ્વેતામ્બર સંસ્થાએ સન્ ૧૯૨૯માં પ્રકાશિત કરેલ પ્રક૨ણસન્દોહમાં છપાઈ છે (પત્ર ૧-૮)
૨. એની પહેલી ગાથા નીચે મુજબ છે :
नमिऊण वद्धमाणं सावगधम्मं समासओ वुच्छं । सम्मत्ताई भावत्थसंगयसुत्तनीईए ॥ १ #
3.
આ કૃતિ તત્ત્વકૌમુદી સહિત દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર સંસ્થાએ સન્ ૧૯૧૩માં
પ્રકાશિત કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org