Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૦૨
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ ઉપદેશતરંગિણી
૩૩૦૦ શ્લોકપ્રમાણની આ ગદ્યાત્મક કૃતિને “ધર્મોપદેશતરંગિણી' પણ કહે છે. તેના કર્તા છે રત્નમન્દિરગણી. તે તપાગચ્છના સોમસુન્દરસૂરિના શિષ્ય નદિર–ગણીના શિષ્ય હતા. તેમણે વિ.સં.૧૫૧૭માં “ભોજપ્રબંધ' લખ્યો છે. અનેક દષ્ટાંત અને સૂક્તિઓથી અલંકૃત પ્રસ્તુત કૃતિનો પ્રારંભ શત્રુંજય વગેરે વિવિધ તીર્થોના સંકીર્તન સાથે થયો છે. આ કૃતિ પાંચ તરંગોમાં વિભક્ત છે. અંતિમ બે તરંગ પહેલા ત્રણ તરંગોની અપેક્ષાએ બહુ જ નાના છે. પહેલા તરંગમાં દાન, શીલ, તપ અને ભાવનું નિરૂપણ છે. બીજામાં જિનમદિર વગેરે સાત ક્ષેત્રોમાં દાન દેવાનું કથન છે. ત્રીજા તરંગમાં જિનપૂજાનો, ચોથામાં તીર્થયાત્રાનો અને પાંચમામાં ધર્મોપદેશનો અધિકાર છે. પત્ર ૨૬૮માં વસંતવિલાસના નામોલ્લેખ સાથે એક ઉદ્ધરણ પણ આપ્યું છે. ૧. આત્માનુશાસન
આ હરિભદ્રસૂરિની કૃતિ મનાય છે, પરંતુ હજુ સુધી તે મળી નથી. ૨. આત્માનુશાસન
૨૭૦ શ્લોકોની આ કૃતિ દિગંબર જિનસેનાચાર્યના શિષ્ય ગુણભદ્રની રચના છે. તેમાં વિવિધ છન્દોનો ઉપયોગ થયો છે. તેમાં શિકારનો નિષેધ,
૧. આ કૃતિ યશોવિજય જૈન ગ્રન્થમાલામાં બનારસથી વીર સંવત્ ૨૪૩૭માં પ્રકાશિત થઈ
છે. તેની વિ.સં.૧૫૧૯ની એક હસ્તલિખિત પ્રતિ મળી છે. તેની જાણકારી મેં
DCGCM (Vol. XVIII, Part , No. 2010માં આપી છે. ૨. આનો ગુજરાતી અનુવાદ હીરાલાલ હંસરાજે કર્યો છે, તે અનેક દૃષ્ટિએ દૂષિત છે. ૩. આ કૃતિ “સનાતન જૈન ગ્રંથમાળા'માં સન્ ૧૯૦૫માં પ્રકાશિત થઈ છે. ટીકા તથા
જગમન્દરલાલ જૈનીના અંગ્રેજી અનુવાદ સાથે તે sacred Books of the Jainas ગ્રન્થમાલામાં આરાથી સન્ ૧૯૨૮માં પ્રકાશિત થઈ છે. . ટોડરમલે રચેલી ભાષાટીકા સાથે તેને ઈન્દ્રલાલ શાસ્ત્રીએ જયપુરથી “મલ્ટિસાગર દિ. જૈન ગ્રન્થમાલા'માં વિરસંવત્ ૨૪૮૨માં પ્રકાશિત કરી છે. આ ઉપરાંત ૫. વંશીધર શાસ્ત્રીકૃત ભાષાટીકા સાથે પણ મૂલ કૃતિ છપાઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org