Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૦૦
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ વિવેકનું યુદ્ધ, વિવેકનો વિજય અને પરમાત્માનું વર્ણન છે તથા છેલ્લે પ્રશસ્તિ છે. આમાં પ્રસંગોપાત્ત અજૈન દર્શનોના વિશે પણ જાણકારી આપવામાં આવી
છે.
ઉપદેશરત્નાકર
આ અધ્યાત્મકલ્પદ્રુમ વગેરેના કર્તા અને સોમસુંદરસૂરિના શિષ્ય સહસ્રાવધાની મુનિસુંદરસૂરિની પદ્યાત્મક કૃતિ છે. અનેક દૃષ્ટાંતોથી અલંકૃત આ કૃતિ સંપૂર્ણપણે સંસ્કૃતમાં કે જૈન મહારાષ્ટ્રીમાં નથી. તેમાં કુલ ૪૪૭ પદ્ય છે, તેમાંથી ૨૩૪ સંસ્કૃતમાં છે અને બાકીનાં ૨૧૩ જૈન મહારાષ્ટ્રીમાં છે. વચ્ચે વચ્ચે પ૬ પદ્ય ઉદ્ધરણરૂપે આવે છે. તેમને ન ગણીએ તો આ કૃતિ ૩૯૧ પદ્યોની ગણાય.
આ આખી કૃતિ ત્રણ અધિકારોમાં વિભક્ત છે. પ્રથમ અધિકારને “પ્રાચ્યતટ અને અંતિમને “અપરતટ' કહ્યો છે. પ્રથમ બે અધિકારોમાં ચાર ચાર અંશ અને પ્રત્યેક અંશમાં અભ્યાધિક તરંગ છે. અંતિમ તટમાં આઠ વિભાગ છે અને તેમનામાંથી પ્રથમ ચારનો “તરંગ' નામથી નિર્દેશ છે.
આ કૃતિમાં વિવિધ વિષયોનું નિરૂપણ કરવામાં આવ્યું છે, જેવા કે શ્રોતાની યોગ્યતા, સાચો ધર્મ, જીવોનું વૈવિધ્ય, સાધુઓની વૃત્તિ, ધર્મનું ફળ, ક્ષત્રિય વગેરેનો ધર્મ, જિનપૂજા, અને જિનેશ્વરનું સ્વરૂપ.
૧. આ કૃતિના પહેલા બે અધિકારોનું સ્વોપજ્ઞ વૃત્તિ સહિત પ્રકાશન દેવચંદ લાલભાઈ જૈન
પુસ્તકોદ્ધાર સંસ્થાએ સન્ ૧૯૧૪માં કર્યું છે. જિનરત્નકોશ (વિ.૧, પૃ.પર)માં આ પ્રકાશનનું વર્ષ સન્ ૧૯૨૨ આપ્યું છે, પરંતુ તે ખોટું છે. આ કૃતિની સંપૂર્ણ આવૃત્તિ ચન્દનસાગરજીના ગુજરાતી અનુવાદ અને મારી વિસ્તૃત પ્રસ્તાવના સાથે “જૈન
પુસ્તકપ્રચારક સંસ્થાએ વિ.સં.૨૦૦પમાં પ્રકાશિત કરી છે. ૨. તેમના જીવનકાળ અને કૃતિકલાપના વિશે મેં ઉપર્યુક્ત ભૂમિકામાં (પૃ.૫૯-૯૨) વિગતે
પરિચય આપ્યો છે. તેમનો જન્મ વિ.સં.૧૪૦૩ અને સ્વર્ગવાસ વિ.સં.૧૫૦૩માં થયો
હોવાનું મનાય છે. ૩. જુઓ ઉપર્યુક્ત ભૂમિકા (પૃ.૮). ત્યાં કેટલીક વિશેષ વાતો કહી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org