Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ
પ્રસ્તુત કૃતિનાં ૪, ૬, ૨૭, ૨૯, ૩૩, ૩૪, ૬૯ અને ૭૧ પદ્ય ગણહરસદ્ધસયગ (ગણધરસાર્ધશતક)ની સુમતિગણીની બૃહવૃત્તિમાં ઉદ્ધૃત કરવામાં આવ્યાં છે.
૧૯૮
ટીકાઓ
જિનપાલે વિ.સં.૧૨૯૨માં સંસ્કૃતમાં એક વ્યાખ્યા લખી છે. તે ઉપરાંત ભાંડાગારિક નેમિચન્દ્રે તેના ઉપર એક વિવરણ લખ્યું હતું એમ કેટલાક કહે છે.
--
ઉપદેશકન્દલી
જૈન મહારાષ્ટ્રીનાં ૧૨૫ પઘોમાં રચાયેલી આ કૃતિના પ્રણેતા આસડ છે. તે ‘ભિન્નમાલ’ કુલના ટુકરાજના પુત્ર અને જાસડના ભાઈ હતા. તેમની માતાનું નામ રઆનલદેવી હતું. તેમની આ રચના અભયદેવસૂરિના ઉપદેશનું પરિણામ છે. આ જ આસડે વિ.સં.૧૨૪૮માં વિવેગમંજરી (વિવેકમંજરી) રચી છે. તેમને પૃથ્વીદેવી અને જૈતલ્લ નામની બે પત્ની હતી. જૈતલ્લદેવીથી તેમને રાજડ અને જૈત્રસિંહ નામના બે પુત્ર થયા હતા.
ટીકા ઉપર્યુક્ત અભયદેવસૂરિના શિષ્ય હરિભદ્રસૂરિના શિષ્ય બાલચન્દ્રસૂરિએ આસડના પુત્ર ચૈત્રસિંહની વિનંતીથી તેના ઉ૫૨ ૭,૬૦૦ શ્લોકપ્રમાણની એક ટીકા લખી હતી અને આ કાર્યમાં પ્રદ્યુમ્ન અને પદ્મચન્દ્ર સહાય કરી હતી. વળી, ઉપદેશકન્દલી ઉપર લખાયેલી એક ટીકાની વિ.સં.૧૨૯૬માં લખાયેલી એક હસ્તલિખિત પ્રતિ મળે છે. આ ટીકાનો તથા મૂળ કૃતિનો કેટલોક ભાગ Descriptive Catalogue of Govt. Collections of MSS (Vol. XVIII, part I) માં છપાયો છે.
હિતોપદેશમાલા-વૃત્તિ
૪
આને હિતોપદેશમાલાપ્રકરણ પણ કહે છે. આ પ્રકરણ પરમાનન્દસૂરિએ વિ.સં.૧૩૦૪માં રચ્યું હતું. તે નવાંગીવૃત્તિકાર અભયદેવસૂરિના શિષ્ય દેવભદ્રસૂરિના શિષ્ય હતા.
૧. તે ‘ચન્દ્રકુલ’ના દેવેન્દ્રસૂરિના શિષ્ય ભદ્રેશ્વરના પટ્ટધર હતા.
૨. તે દેવાનન્દગચ્છના કનકપ્રભના શિષ્ય હતા.
૩. તે બૃહદ્ગચ્છના ધનેશ્વરસૂરિના શિષ્ય હતા.
૪. જુઓ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, પૃ. ૪૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org