Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
ધર્મોપદેશ
૧૯૯ ઉવએસચિંતામણિ (ઉપદેશચિન્તામણિ)
જૈન મહારાષ્ટ્રના ૪૧૫ પદ્યોમાં રચાયેલી આ કૃતિના લેખક અંચલગચ્છના મહેન્દ્રસૂરિના શિષ્ય જયશેખરસૂરિ છે. તે ચાર વિભાગોમાં વિભક્ત છે અને તે ચારમાં ક્રમશઃ ધર્મની પ્રશંસા, ધર્મની સામગ્રી, દેશવિરતિ અને સર્વવિરતિનું નિરૂપણ છે. ચોથા અધિકારના ઉપાજ્ય (૧૫૭મા) પદ્યમાં કર્તાએ પોતાનું પ્રાકૃત નામ કુંજર, નયર, વિસેસ, આહવ, સરસ, પર્ણ અને વરિસ એ શબ્દોના મધ્યાક્ષર દ્વારા સૂચિત કર્યું છે.
ટીકાઓ – આના ઉપર એક સ્વોપજ્ઞ ટીકા છે, તે ૧૨,૦૬૪ શ્લોકપ્રમાણની છે. આ ટીકા વિ.સં.૧૪૩૬માં “નૃસમુદ્ર નગરમાં રચવામાં આવી હતી. આ ઉપરાંત કર્તાએ પોતે જ આ જ વર્ષમાં ૪૩૦૫ શ્લોકપ્રમાણની અવચૂરિ પણ લખી છે. મેરૂતુંગે આના ઉપર એક વૃત્તિ અને કોઈ અજ્ઞાત લેખકે એક અવચૂરિ પણ લખી છે. પ્રબોધચિન્તામણિ
આ કૃતિને ઉપર્યુક્ત જયશેખરસૂરિએ વિ.સં.૧૪૬૨માં ૧૯૯૧ પદ્યોમાં ચી છે. તે સાત અધિકારોમાં વિભક્ત છે અને તે અધિકારોમાં મોહ અને વિવેકનું સ્વરૂપ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. પ્રથમ અધિકારમાં ચિદાનન્દમય પ્રકાશને વંદન કરીને પરમાત્માનું નિરૂપણ કરવામાં આવ્યું છે. બીજામાં આગામી ચોવીસીમાં પ્રથમ તીર્થકર બનનાર પદ્મનાભ તથા તેમના શિષ્ય ધર્મરુચિનું જીવનવૃત્તાન્ત છે. ત્રીજામાં મોહ અને વિવેકની ઉત્પત્તિ તથા મોહ દ્વારા રાજયની પ્રાપ્તિનું વર્ણન આવે છે. ચોથામાં વિવેકના વિવાહ તથા તેને મળેલ રાજ્યના વિશે નિરૂપણ છે. પાંચમામાં મોહ દ્વારા મોકલવામાં આવેલ દૂત અને કન્દપના દિગ્વિજયની વાત આવે છે. છઠ્ઠામાં કન્દર્યનો પ્રવેશ, “કલિકાલ અને વિવેકનું પ્રસ્થાન નિરૂપવામાં આવ્યું છે. સાતમામાં મોહ અને
૧. સ્વપજ્ઞ ટીકા અને ગુજરાતી અનુવાદ સાથે આ કૃતિ ચાર ભાગોમાં હીરાલાલ હંસરાજે
પ્રકાશિત કરી છે, પરંતુ જિનરત્નકોશ (વિ.૧, પૃ. ૪૭)માં મૂલ કૃતિમાં ૫૪૦ ગાથા હોવાનો અને હલાલાલ હંસરાજે સન્ ૧૯૧૯માં તેને પ્રકાશિત કરી હોવાનો ઉલ્લેખ
૨. મૂલ અને સ્વપજ્ઞ ટીકાનો શ્રી હરિશંકર કાલિદાસ શાસ્ત્રીએ કરેલો ગુજરાતી વાદ
છપાયો છે. આ ગ્રન્થ જૈનધર્મ પ્રસારક સભાએ વિ.સં.૧૯૬૫માં પ્રકાશિત કર્યો છે. આ જ સભાએ તેનો ગુજરાતી અનુવાદ પણ પ્રકાશિત કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org