Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૬૮
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ ભાગ ગદ્યમાં છે. તે ચાર આહ્નિકમાં વિભક્ત છે. તેમાં ભરત ક્ષેત્ર, હિમવત્ (પર્વત), હૈમવત (ક્ષેત્ર), માહિમવત (પર્વત), હરિવર્ષ (ક્ષેત્ર), નિષધ (પર્વત), નીલગિરિ (પર્વત), રમ્યક (ક્ષેત્ર), રુક્મિન્ (પર્વત), હૈરણ્યવત (ક્ષેત્ર), શિખરિનું (પર્વત), ઐરાવત (ક્ષેત્ર), મેરુ, વક્ષસ્કાર, ઉત્તરકુર, દેવકુ૨, ૩ર વિજય, લવણસમુદ્ર, ધાતકીખંડ, કાલોદધિ, પુષ્કરાઈ, નન્દીશ્વર દ્વીપ અને પરિધિ વગેરેથી સંબદ્ધ સાત કરણોના વિશે જાણકારી આપવામાં આવી છે.
ટીકા – પ્રસ્તુત કૃતિ ઉપર હરિભદ્રસૂરિના શિષ્ય વિજયસિંહસૂરિએ વિ.સં. ૧૨૧પમાં ટીકા લખી છે. તેના પ્રારંભમાં સાત અને અંતમાં સોળ (૪+૧૨)ની પ્રશસ્તિ છે. તે ઉપરાંત એક અજ્ઞાતકર્તક વૃત્તિ ૨૮૮૦ શ્લોકપ્રમાણની
છે. ૧
સમયેખિત્તસમાસ (સમયક્ષેત્રસમાસ) અથવા ખેત્તસમાસ (ક્ષેત્રસમાસ)
વિ.સં. ૧૪૫થી ૬પ૦માં થઈ ગયેલા જિનભદ્રગણી ક્ષમાશ્રમણે રચેલી આ કૃતિ જૈન મહારાષ્ટ્રીમાં છે અને તેમાં ૬૩૭ ગાથા (પાઠાન્તર અનુસાર ૬૫૫ ગાથા) છે.'
પ્રસ્તુત કૃતિ પોતાના નામ “સમયેખિત્તસમાસ' અનુસાર સમયક્ષેત્રનું અર્થાત્ જેટલા ક્ષેત્રમાં સૂર્ય વગેરેની ગતિના આધારે સમયની ગણના કરવામાં આવે છે તેટલા ક્ષેત્રનું એટલે કે અઢી દ્વીપનું ( મનુષ્યલોકનું) નિરૂપણ કરે છે. તેમાં
૧. જુઓ જિનરત્નકોશ, વિભાગ ૧,પૃ. ૯૮ ૨. મલયગિરિની ટીકા સાથે આ ગ્રન્થ વિ.સં.૧૯૭૭માં જૈનધર્મ પ્રસારક સભાએ
બૃહન્નેત્રસમાસ નામે છપાવ્યો છે. તેમાં મૂળ ગ્રન્થને પાંચ અધિકારોમાં વિભક્ત કરવામાં આવ્યો છે. તે અધિકારોમાં ક્રમશઃ ૩૯૮, ૯૦, ૮૧, ૧૧ અને ૭૬ (કુલ ૬૫૬) પદ્ય
૩. આના ઉપર મલયગિરિએ જે ટીકા લખી છે તેમાં ઉપાજ્ય ગાથામાં આવેલા ૬૩૭ના
ઉલ્લેખને જ લક્ષ્યમાં રાખ્યો છે, પાઠાન્તરને નહિ. આશ્ચર્યની વાત તો એ છે કે આ રીતે તેમને ૬૩9 પદ્યસંખ્યા તો માન્ય છે પરંતુ ટીકા ૬૫૬ પદ્યો ઉપર છે. તેમણે ક્યાંય પણ ક્ષેપક પદ્યોનો નિર્દેશ કર્યો નથી. જો આમ જ માની લેવામાં આવે તો ૧૯ અધિક પડ્યો ક્યાં છે એનો નિર્ણય કરવો બાકી રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org