Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ પરંતુ તે બેમાંથી એક પણ આજ સુધી મળી નથી. ઉપર્યુક્ત વૃત્તિનો “મૂલવૃત્તિ' નામથી અને ટીકાનો “અર્વાચીન ટીકા' નામથી હેમચંદ્રસૂરિએ પોતાની વૃત્તિમાં નિર્દેશ કર્યો છે. જીવવિયાર (જીવવિચાર)
જૈન મહારાષ્ટ્રમાં ૫૧ આર્યા છન્દોમાં રચાયેલી આ કૃતિની ૫૦મી ગાથામાં કર્તાએ શ્લેષ દ્વારા પોતાનું “શાન્તિસૂરિ નામ સૂચવ્યું છે. આથી વિશેષ એમના વિશે કંઈ માહિતી મળતી નથી. પ્રો. વિન્ટર્નિન્સે તેમનો સ્વર્ગવાસ ૧૦૩૯માં થયો હોવાનું જણાવ્યું છે, પરંતુ તે વિચારણીય છે. - પ્રસ્તુત કૃતિમાં જીવોના સંસારી અને સિદ્ધ એ બે ભેદોનું નિરૂપણ કરીને તેમના પ્રભેદોનું વર્ણન કરવામાં આવ્યું છે. તે ઉપરાંત સંસારી જીવોનાં આયુષ્ય, દેહમાન, પ્રાણ, યોનિ વગેરેનો વિચાર કરવામાં આવ્યો છે.
ટીકાઓ – ખરતરગચ્છના ચન્દ્રવર્ધનગણીના પ્રશિષ્ય અને મેઘનન્દનના શિષ્ય પાઠક રત્નાકરે સલેમસાહના રાજ્યમાં વિ.સં. ૧૬૧૦માં ધલૂમાં પ્રાકૃત વૃત્તિના આધારે સંસ્કૃતમાં વૃત્તિ રચી છે. આ સંસ્કૃત વૃત્તિ પ્રકાશિત થઈ ગઈ છે, પરંતુ પ્રાકૃત વૃત્તિ આજ સુધી મળી નથી. ઉપર્યુક્ત મેઘનન્દને વિ.સં.૧૬૧૦માં વૃત્તિ રચી હતી એવો ઉલ્લેખ જિનરત્નકોશમાં (વિ.૧, પૃ. ૧૪૨) છે, તે ભ્રાન્ત જણાય છે. વિ.સં.૧૯૯૮માં સમયસુંદરે પણ એક વૃત્તિ લખી હતી. ઈશ્વરાચાર્યે અર્થદીપિકા નામની ટીકા લખી છે અને તેના આધારે ભાવસુંદરે પણ એક ટીકા
૧. ભીમસી માણે કે લઘુપ્રકરણસંગ્રહમાં વિ.સં. ૧૯૫૯માં તેનું પ્રકાશન કર્યું છે. એક
અજ્ઞાતકર્તક ટીકા સાથે તે જૈન આત્માનન્દ સભા તરફથી પ્રકાશિત થઈ છે. સંસ્કૃત છાયા તથા પાઠક રત્નાકરકૃત વૃત્તિ સાથે મૂલ કૃતિ “યશોવિજય જૈન સંસ્કૃત પાઠશાલા” મહેસાણાએ ૧૯૧૫માં પ્રકાશિત કરી હતી. મૂલકૃતિ, સંસ્કૃત છાયા, પાઠક રત્નાકરની વૃત્તિ (પ્રશસ્તિરહિત) જયન્ત પી. ઠાકરે કરેલા મૂળના અનુવાદ તથા વૃત્તિના અંગ્રેજી સારાંશ
સાથે તે “જૈન સિદ્ધાન્ત સોસાયટી અમદાવાદ તરફથી ૧૯૫૦માં પ્રકાશિત થઈ છે. ૨. જુઓ A History of Indian Literature, Vol. II, p. 588.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org