Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ
તે વજ્રસેનસૂરિના શિષ્ય તથા હેમતિલકસૂરિના પટ્ટધર હતા. તેમણે વિ.સં.૧૪૨૮માં સિરિવાલકા અને વિ.સં.૧૪૪૭માં ગુણસ્થાનક્રમારોહની રચના કરી છે.
૧૭૦
પ્રસ્તુત કૃતિ જિનભદ્રીય સમયખિત્તસમાસના આધારે તૈયાર કરવામાં આવી છે. તેથી તે બંનેમાં વિષયની સમાનતા છે.
ટીકાઓ તેના ઉપર લખાયેલી સ્વોપક્ષવૃત્તિનું પરિમાણ ૧૬૦૦ શ્લોકનું છે. આ વૃત્તિમાં સમયખિત્તસમાસની મલગિરિસૂરિકૃત ટીકાનો આધાર લેવામાં આવ્યો છે. વળી, તેના પર અજ્ઞાતકર્તૃક ટિપ્પણ પણ છે. તેને અવસૂરિ પણ કહે છે. તે ઉપરાંત પાર્શ્વચન્દ્રે તથા ઉદયસાગરે એક એક બાલાવબોધ પણ લખ્યો છે.
ખેત્તસમાસ (ક્ષેત્રસમાસ)
આની રચના દેવાનન્દે વિ.સં.૧૩૨૦માં કરી છે. આ નામની બીજી પણ કેટલીય પ્રાકૃત પદ્યરચનાઓ મળે છે, તેમના કર્તાઓ અને ગાથાસંખ્યા નીચે મુજબ છે :
૧. સોમતિલકસૂરિ
ગાથા ૩૮૭
૨. પદ્મદેવસૂરિ
ગાથા ૬૫૬
૩. શ્રીચન્દ્રસૂરિ
ગાથા ૩૪૧
દેવાનન્દનો ક્ષેત્રસમાસ સાત વિભાગોમાં વિભક્ત છે. તેના ઉપર સ્વોપક્ષવૃત્તિ પણ છે.
જમ્બુદીવસંગહણી (જમ્બુદ્વીપસંગ્રહણી)
જૈન મહારાષ્ટ્રીમાં ૨૯ પદ્યોમાં રચાયેલી આ કૃતિના કર્તા હરિભદ્રસૂરિ છે. તેમણે તેમાં જમ્બૂદ્વીપ વિશે જાણકારી રજૂ કરી છે. તેમાં નીચે જણાવેલાં દસ દ્વારોનું નિરૂપણ કરવામાં આવ્યું છે :
૧. એમના નામે એક નવો ગચ્છ શરૂ થયો છે.
૨. આ જ વર્ષમાં ચન્દ્રપ્રભે ક્ષેત્રસમાસ નામની કૃતિ લખી છે.
૩. તેમની આ કૃતિને નવ્યક્ષેત્રસમાસ કે બૃહત્સેત્રસમાસ પણ કહે છે.
૪. પ્રભાનન્દસૂરિની વૃત્તિ સાથે આને જૈનધર્મ પ્રસારક સભાએ સન્ ૧૯૧૫માં પ્રકાશિત કરી
છે.
૫.
આ જ આચાર્ય અનેકાન્તજયપતાકાના પ્રણેતા છે કે કોઈ બીજા એ જાણવાનું બાકી રહે
છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org