Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમસાર અને દ્રવ્યાનુયોગ
૧૮૯ ધર્મદેવ પાસે દીક્ષા લીધી હતી અને વિ.સં.૧૧૬૯માં સૂરિપદ પ્રાપ્ત કર્યું હતું.
ચૈત્યવિધિ ઉપર પ્રકાશ નાખનારી આ ચર્ચરી નૃત્ય કરનારા પ્રથમ મંજરી' ભાષામાં ગાય છે એમ ઉપાધ્યાય જિનપાલે તેની વ્યાખ્યામાં લખ્યું છે. આ રીતે આ નૃત્યગીતાત્મક કૃતિ દ્વારા કર્તાએ પોતાના ગુરુ જિનવલ્લભસૂરિની સ્તુતિ કરી છે. તેમાં તેમની વિદ્વત્તાનું તથા તેમણે સૂચવેલા વિધિમાર્ગનું વર્ણન છે. વિધિચૈત્યગૃહની વિધિ, ઉસૂત્ર ભાષણનો નિષેધ વગેરે બાબતોને પણ અહીં સ્થાન આપવામાં આવ્યું છે.
ગણતરસદ્ધસયગ (ગણધરસાર્ધશતક)ની સુમતિગણિકૃત બૃહવૃત્તિમાં આ ચર્ચરીનાં ૧૬, ૧૮ અને ૨૧થી ૨૫ પદ્ય ઉદ્ધત કરવામાં આવ્યાં છે.
ટીકા – ચર્ચરી ઉપર ઉપાધ્યાય જિનપાલે સંસ્કૃતમાં વિ.સં. ૧૨૯૪માં એક વ્યાખ્યા લખી છે. તે જિનપતિસૂરિના શિષ્ય હતા. તેમણે ચર્ચરીની બારમી ગાથાની વ્યાખ્યામાં ઉવએ સરસાયણ (ઉપદેશરસાયન) ઉપર વિ.સં.૧૨૧૨માં પોતે લખેલા વિવરણનો ઉલ્લેખ કર્યો છે. વીસિયા (વિશિકા)
આ કૃતિ જિનદત્તસૂરિએ જૈન મહારાષ્ટ્રીમાં રચી છે. આ નામે તો આ કૃતિનો ઉલ્લેખ જિનરત્નકોશમાં નથી. પ્રસ્તુત કૃતિમાં વીસ પડ્યો હશે. કાલસરૂવકુલય (કાલસ્વરૂપકુલક)
આ કૃતિના કર્તા પણ જિનદત્તસૂરિ છે. અપભ્રંશમાં “પદ્ધટિકા' છન્દમાં રચાયેલી આ કૃતિમાં વિવિધ દૃષ્ટાંતો આપવામાં આવ્યાં છે. તેમાં તેમણે પોતાના સમયનું વિષમ સ્વરૂપ જણાવ્યું છે. મીન રાશિમાં શનિની સંક્રાન્તિ થઈને મેષ રાશિમાં તે જાય અને વક્રી બને તો દેશનો નાશ, પરચક્રનો પ્રવેશ અને મોટાં મોટાં નગરોનો વિનાશ થાય છે. ગાય અને આકડાના દૂધના દષ્ટાંત દ્વારા સુગુરુ અને કુગુરુનો ભેદ, કુગુરુની ધતૂરાના ફૂલ સાથે તુલના, શ્રદ્ધાહીન લોકોની
૧. અપભ્રંશકાવ્યત્રયીની પ્રસ્તાવના (પૃ.૧૧૪)માં તેનો “પદ(રુમંત્રી તરીકે ઉલ્લેખ છે.
ત્યાં પટમંજરી રાગના વિશે થોડી જાણકારી આપવામાં આવી છે. ૨. આ કૃતિ ઉપાધ્યાય સૂરપાલકૃત વ્યાખ્યા સાથે “અપભ્રંશકાવ્યત્રયી'માં છપાઈ છે (પૃ.
૬૭-૮૦).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org