Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમસાર અને દ્રવ્યાનુયોગ
જીત્યા હતા. તેથી સિદ્ધરાજ જયસિંહે તે બંનેને અનુક્રમે ‘સિંહશિશુક' અને ‘વ્યાઘ્રશિશુક' બિરુદ આપ્યાં હતાં. ગંગેશકૃત તત્ત્વચિન્તામણિમાં જે ‘સિંહવ્યાઘ્રલક્ષણ’ અધિકાર છે તે આ બંને સૂરિઓનાં વ્યાપ્તિનાં લક્ષણોને લક્ષ્યમાં રાખીને છે એમ ડૉ. સતીશચન્દ્ર વિદ્યાભૂષણે કહ્યું છે. સિદ્ધાન્તાર્ણવની એક પણ હસ્તલિખિત પ્રતિ મળતી નથી.
વનસ્પતિસઋતિકા
તેના રચનાર અંગુલસત્તરિ આદિના કર્તા મુનિચન્દ્રસૂરિ છે. તેનું નામ જોતાં તેમાં ૭૦ પઘ હોવા જોઈએ. તેમાં વનસ્પતિ વિશે જાણકારી દીધી હશે. આ કૃતિ અમુદ્રિત છે, તેથી તેની હસ્તલિખિત પ્રતિ જોયા પછી જ વિશેષ કહી
શકાય.
ટીકાઓ
પ્રસ્તુત કૃતિ ઉપર બે વૃત્તિઓ છે : એક સ્વોપજ્ઞ અને બીજી નાગેન્દ્ર ગચ્છના ગુણદેવસૂરિકૃત. એક અવસૂરિ પણ છે, પરંતુ તેના કર્તાનું નામ અજ્ઞાત છે.
૧૮૭
કાલશતક
આ કૃતિ ઉપર્યુક્ત મુનિચન્દ્રસૂરિની છે. તે અપ્રકાશિત છે, પરંતુ નામ ઉપરથી જણાય છે કે તેમાં સો કે સોથી કંઈક વધુ પદ્યો હશે અને તે પદ્યોમાં કાલ ઉપર પ્રકાશ ફેંકવામાં આવ્યો હશે.
શાસ્રસારસમુચ્ચય
તેના કર્તા દિગંબર માઘનન્દી છે. તે કુમુદચન્દ્રના શિષ્ય હતા. તેમને ‘હોયલ' વંશના રાજા નરસિંહે સન્ ૧૨૬૫માં અનુદાન આપ્યું હતું. આ કૃતિ ઉપરાંત તેમણે પદાર્થસાર, શ્રાવકાચાર અને સિદ્ધાન્તસાર નામના ગ્રંથો પણ લખ્યા છે.
ટીકા
---
આના ઉપર કન્નડ ભાષામાં એક ટીકા છે.
સિદ્ધાન્તાલાપકોદ્ધાર, વિચારામૃતસાર અથવા વિચારસંગ્રહ
૨૨૦૦ શ્લોકપ્રમાણ આ કૃતિના કર્તા તપાગચ્છીય દેવચન્દ્રસૂરિના શિષ્ય કુલમંડનસૂરિ છે.
૧. આ માણિકચંદ્ર ગ્રન્થમાલાના ૨૧મા ગ્રંથાંકના રૂપમાં વિ.સં.૧૯૭૯માં પ્રકાશિત થઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org