Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૮૬
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ ગોયમપુચ્છા (ગૌતમપૃચ્છા)
જૈન મહારાષ્ટ્રીમાં રચાયેલી આ અજ્ઞાતકર્તક કૃતિમાં ૬૪ આર્યા છન્દ છે. તેમાં મહાવીરસ્વામીના પ્રથમ ગણધર ગૌતમ ગોત્રીય ઈન્દ્રભૂતિએ પૂછેલા ૪૮ પ્રશ્નો પ્રારંભની ૧૨ ગાથાઓમાં આપી તેરમી ગાથાથી મહાવીરસ્વામીએ આપેલા આ પ્રશ્નોના ઉત્તરો છે. ધર્મ અને અધર્મનું ફળ આમાં સૂચવાયું છે. કયા કર્મથી સંસારી જીવ નરક વગેરે ગતિ પામે છે ? કયા કર્મથી તેમને સૌભાગ્ય યા દિૌર્ભાગ્ય, પાંડિત્ય યા મૂર્ખતા, ધનિકતા યા દરિદ્રતા, અપંગતા, વિકલેન્દ્રિયતા, અનારોગ્યતા, દીર્ધસંસારિતા વગેરે પ્રાપ્ત થાય છે ? આ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે.
ટીકાઓ – તેના ઉપર નીચે જણાવેલી વ્યાખ્યાઓ સંસ્કૃતમાં લખાઈ છે.
૧. રુદ્રપલ્લીય ગચ્છના દેવભદ્રસૂરિના શિષ્ય શ્રી તિલકરચિત વૃત્તિ. તેનું પરિમાણ પ૬૦૦ શ્લોક છે અને તેનો પ્રારંભ “માધુર્યપુર્ણથી થાય છે. આ વૃત્તિ વિક્રમની ચૌદમી સદીના ઉત્તરાર્ધમાં રચાઈ છે.
૨. વિ.સં. ૧૭૩૮માં જગતારિણી નગરીમાં ખરતરગચ્છના સુમતિહંસના શિષ્ય મતિવર્ધને લખેલી એક ૩૮૦૦ શ્લોકપ્રમાણ ધરાવતી વૃત્તિ છે.
૩-૬. અભયદેવસૂરિ, કેસરગણી અને ખરતરગચ્છના અમૃતધર્મના શિષ્ય ક્ષમાકલ્યાણે લખેલી અને ચોથી એક અજ્ઞાતકર્તક “વીરં વિનં પ્રખ્યાતથી શરૂ થતી ટીકા – આમ આ ચાર બીજી પણ ટીકાઓ છે.
બાલાવબોધ – સુધાભૂષણના શિષ્ય જિનસૂરિએર, સોમસુંદરસૂરિએ અને વિ.સં.૧૮૮૪માં પદ્મવિજયગણીએ એક એક બાલાવબોધ લખ્યો છે. આ ઉપરાંત એક અજ્ઞાતકક બાલાવબોધ પણ છે. સિદ્ધાન્તાર્ણવ
તેના કર્તા અમરચન્દ્રસૂરિ છે. તે નાગેન્દ્ર ગચ્છના શાન્તિસૂરિના શિષ્ય હતા. તેમણે તથા તેમના ગુરુભાઈ આનન્દસૂરિએ બાલ્યાવસ્થામાં પ્રખર વાદીઓને
૧. આ કૃતિ મતિવર્ધનની ટીકાની સાથે હીરાલાલ હંસરાજે સન્ ૧૯૨૦માં છાપી છે. તેમણે
જ અજ્ઞાતકર્તક ટીકા, જેમાં છત્રીસ કથાઓ આવે છે, સાથે પણ આ કૃતિ સન્ ૧૯૪૧માં પ્રકાશિત કરી છે. ઉપરાંત, અજ્ઞાતકર્તક ટીકા સાથે મૂલ કૃતિ “નેમિ-અમૃત-ખાન્તિ-નિરંજન
ગ્રંથમાલા'માં વિ.સં.૨૦૧૩માં પ્રકાશિત થઈ છે. ૨. તેમની ટીકાને પણ વૃત્તિ કહે છે. ૩. તેમની ટીકાને ચૂર્ણિ પણ કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org