Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૮૮ વિશતિસ્થાનકવિચારામૃતસંગ્રહ
વિ.સં. ૧૫૦૨માં રચાયેલી ૨૮૦૦ શ્લોકપ્રમાણવાળી આ કૃતિના કર્તા તપાગચ્છના જયચન્દ્રસૂરિના શિષ્ય જિનહર્ષ છે. તેમણે તેના પ્રારંભમાં ધર્મના દાન વગેરે ચાર પ્રકારોનો તથા દાન અને શીલના પટાભેદોનો નિર્દેશ કરીને વિંશતિસ્થાનકતપને અપ્રતિમ કહ્યું છે. પછી નીચે જણાવેલાં વીસ સ્થાનકો ગણાવ્યાં છે :
૧. અરિહંત, ૨. સિદ્ધ, ૩. પ્રવચન, ૪-૭, ગુરુ, સ્થવિર, બહુશ્રુત અને તપસ્વીનું વાત્સલ્ય, ૮. અભક્ષ્મ જ્ઞાનોપયોગ, ૯, દર્શન (સમ્યત્વ), ૧૦. વિનય, ૧૧. આવશ્યકનું અતિચારરહિત પાલન, ૧૨. શીલવ્રત, ૧૩. ક્ષણલવ (શુભધ્યાન), ૧૪. તપ, ૧૫. ત્યાગ, ૧૬. વૈયાવૃત્ય, ૧૭. સમાધિ, ૧૮. અપૂર્વજ્ઞાનગ્રહણ, ૧૯. શ્રુતભક્તિ, ૨૦. પ્રવચનની પ્રભાવના.
આમાં આ વીસ સ્થાનોની જાણકારી આપવામાં આવી છે અને સાથે સાથે જ એ સ્થાનોથી સંબદ્ધ કથાઓ પણ પદ્યમાં આપી છે. અંતે બાવીસ પદ્યોની પ્રશસ્તિ છે. સિદ્ધાન્તોદ્ધાર
ચક્રેશ્વરસૂરિએ ૨૧૩ ગાથાઓમાં સિદ્ધાન્તોદ્ધારર લખ્યો છે. તેને સિદ્ધાન્તસારોદ્ધાર પણ કહે છે. તે પ્રકરણસમુચ્ચયમાં છપાયો છે. આ ઉપરાંત એક અજ્ઞાતકર્તૃક સિદ્ધાન્તસારોદ્ધાર પણ છે. ચચ્ચરી (ચર્ચરી)
આ અપભ્રંશ કૃતિમાં ૪૭ પદ્ય છે. તેની રચના ખરતરગચ્છના જિનદત્તસૂરિએ વાજડ (વાગડ) દેશના વ્યાઘપુર નામના નગરમાં કરી છે. તેમનો જન્મ વિ.સં. ૧૧૩૨માં થયો હતો. તેમણે વિ.સં.૧૧૪૧માં ઉપાધ્યાય
૧. દેવચન્દ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર સંસ્થાએ સન્ ૧૯૨૨માં આ કૃતિ પ્રકાશિત કરી છે. ૨. આ નામની એક કૃતિ વિમલસૂરિના શિષ્ય ચન્દ્રકીર્તિગણીએ વિ.સં.૧ર૧રમાં લખી છે.
તેમાં જૈનધર્મ અને તત્ત્વજ્ઞાનથી સમ્બદ્ધ લગભગ ત્રણ હજાર સિદ્ધાન્તોનું બે વિભાગમાં
નિરૂપણ છે. ૩. આ કૃતિ સંસ્કૃત છાયા તથા ઉપાધ્યાય જિનપાલરચિત વ્યાખ્યા સાથે “ગાયકવાડ ઓરિએન્ટલ
સિરીઝના ૩૭માં પુષ્પ તરીકે સન્ ૧૯૨૭માં પ્રકાશિત અપભ્રંશકાવ્યત્રયી'માં પૃ. ૧૨૭ ઉપર છપાઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org