Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૭૪
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ
ધવલચન્દ્રના શિષ્ય ગજસારે જૈન મહારાષ્ટ્રીની ૪૪ ગાથામાં કરી છે. તેમાં જો કે તેમણે ચોવીસ દંડકોના વિષયમાં શરીર વગેરે ચોવીસ દ્વારોનો નિર્દેશ કરી જાણકારી આપી છે, તેમ છતાં તેની રચના તીર્થંકરોની વિજ્ઞપ્તિરૂપ છે.
-
ટીકાઓ — સ્વયં ગજસારે વિ.સં.૧૫૭૯માં તેના ઉપર એક અવચૂર્ણિ લખી છે. છેલ્લી ગાથાની અવસૂર્ણિમાં લેખકે પ્રસ્તુત કૃતિને વિચારષત્રિંશિકાસૂત્ર કહી છે. તેમાં સૂચિત કરવામાં આવ્યું છે તે અનુસાર પહેલાં યંત્રના રૂપમાં તેની રચના કરવામાં આવી હતી. આ ઉપરાંત ઉદયચન્દ્રના શિષ્ય રૂપચન્દ્રે વિ.સં.૧૬૭૫માં પોતાના બોધને માટે તેના ઉપર એક વૃત્તિ લખી છે. તેના પ્રારંભમાં પ્રસ્તુત કૃતિને ‘લઘુસંગ્રહણી’ કહી છે. આ વૃત્તિ ૫૩૬ શ્લોકપ્રમાણ છે. મૂલ કૃતિ પર સમયસુંદરની પણ એક ટીકા છે. પવયણસારુદ્વાર (પ્રવચનસારોદ્વાર)
જૈન મહારાષ્ટ્રીમાં પ્રાયઃ આર્યા છન્દમાં રચાયેલાં ૧૫૯૯ પદ્યોમાં અત્યંત મૂલ્યવાન આ ગ્રન્થના પ્રણેતા નેમિચન્દ્રસૂરિ છે. તે આમ્રદેવના (અમ્મએવના) શિષ્ય અને જિનચન્દ્રસૂરિના પ્રશિષ્ય હતા. યશોદેવસૂરિ એમના લઘુ ગુરુભાઈ
થાય.
પ્રસ્તુત ગ્રન્થ જૈન પ્રવચનના સારભૂત પદાર્થોનો બોધ કરાવે છે. તેમાં આવેલા અનેક વિષયો પ્રદ્યુમ્નસૂરિના વિયારસારમાં (વિચારસારમાં) જોવામાં આવે છે, પરંતુ એવા પણ અનેક વિષયો છે જે એકમાં છે તો બીજામાં નથી. તેથી આ બંને ગ્રન્થ એકબીજાના પૂરક છે.
પ્રવચનસારોદ્ધારમાં ૨૭૬ દ્વાર છે. તે દ્વારોમાં નીચે જણાવેલા વિષયોનું નિરૂપણ છે.
૧. આ ગ્રન્થ સિદ્ધસેનસૂરિષ્કૃત તત્ત્વપ્રકાશિની નામની વૃત્તિ સાથે બે ભાગમાં દેવચન્દ્ર લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર સંસ્થાએ અનુક્રમે સન્ ૧૯૨૨ અને ૧૯૨૬માં પ્રકાશિત કર્યો છે. બીજા ભાગના પ્રારંભમાં ઉપોદ્ઘાત છે અને અન્ને વૃત્તિગત પાઠો, વ્યક્તિઓ, ક્ષેત્રો અને નામોની અકારાદિ ક્રમે સૂચી છે. પ્રથમ ભાગમાં ૧૦૩ દ્વાર અને ૭૭૧ ગાથા છે, જ્યારે બીજા ભાગમાં ૧૦૪થી ૨૭૬ દ્વાર અને ૭૭૨થી ૧૫૯૯ ગાથા છે.
૨. એવા વિષયોની સૂચી ઉપોદ્ઘાતમાં આપી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org