Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૭૮
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ
મનુષ્યસ્ત્રીની ગર્ભસ્થિતિ અને કાયસ્થિતિ, ૨૪૩. ગર્ભસ્થ જીવનો આહાર, ૨૪૪. ગર્ભસસ્મૃતિ, ૨૪૫-૨૪૬. પુત્ર અને પિતાની સંખ્યા, ૨૪૭. સ્ત્રીને ગર્ભાભાવનો કાલ અને પુરુષનો અબીજત્વનો કાલ, ૨૪૮. ગર્ભનું સ્વરૂપ, ૨૪૯. દેશવિરતિ વગેરેના લાભનો સમય, ૨૫૦. મનુષ્યગતિની અપ્રાપ્તિ, ૨૫૧-૨૫૨. પૂર્વાગ અને પૂર્વનું પરિમાણ, ૨પ૩. લવણશિખાનું પરિમાણ, ૨૫૪. ઉત્સધ વગેરે ત્રણ પ્રકારના અંગુલ, ૨૫૫. તમાય, રપ૬. સિદ્ધ વગેરે છ અનન્ત, ૨૫૭. અષ્ટાંગ નિમિત્ત, ૨૫૮. માન, ઉન્માન, પ્રમાણ, ૨૫૯. અઢાર પ્રકારનાં ભક્ષ્ય (ભોજય), ૨૬૦. ષસ્થાનક વૃદ્ધિ અને હાનિ, ૨૬૧. સંહરણને માટે અયોગ્ય જીવ (શ્રમણી આદિ), ૨૬૨. છપ્પન અન્તર્લીપ, ર૬૩. જીવ અને અજીવનું અલ્પબદુત્વ, ર૬૪. યુગપ્રધાનોની સંખ્યા, ૨૬૫. ઉત્સર્પિણીમાં અંતિમ જિનનું તીર્થ, ૨૬૬. દેવોનો પ્રવીચાર', ૨૬૭. આઠ કૃષ્ણરાજી, ૨૬૮. અસ્વાધ્યાય, ૨૬૯. નન્દીશ્વરદ્વીપનું સ્વરૂપ, ર૭૦. અઠ્ઠાવીસ લબ્ધિઓ, ૨૭૧. વિવિધ તપ, ૨૭૨. પાતાલકલશ, ૨૭૩. આહારકનું સ્વરૂપ, ૨૭૪. અનાર્ય દેશ, ૨૭૫. આર્ય દેશ અને ૨૭૬. સિદ્ધના એકત્રીસ ગુણ.
અત્તે પ્રશસ્તિમાં કર્તાએ પોતાના વંશનો પરિચય આપી પોતાનું નામ આપ્યું છે અને પોતાની વિન્રમતા પ્રગટ કરી છે.
સંક્ષેપમાં કહેવું હોય તો કહી શકાય કે આમાં ઋષભ આદિ ચોવીસ તીર્થંકરો અંગે જુદા જુદા પ્રકારની માહિતી આપવામાં આવી છે; સિદ્ધ, સાધુ, શ્રાવક, કાલ, કર્મગ્રન્જિ, આહાર, જીવવિચાર, નય વગેરે વિશે અનેક બાબતો આમાં આવે છે; દેવ અને નારકોના વિષયમાં પણ વિચાર કરવામાં આવ્યો છે તથા ભૌગોલિક અને ગર્ભવિદ્યાના વિષયમાં પણ કેટલીક વાતોનો આમાં નિર્દેશ છે.
જીવસંખાકુલય (જીવસંખ્યાકુલક) નામની સત્તર પદ્યની પોતાની કૃતિ નેમિચન્દ્રસૂરિએ ૨૧૪મા દ્વારમાં મૂળમાં જ સમાવી લીધી છે. સાતમા દ્વારની ૩૦૩મી ગાથામાં શ્રીચન્દ્ર નામના મુનિપતિનો ઉલ્લેખ છે. એવું લાગે છે કે કદાચ ગાથા ૨૮૭થી ૩૦૩ તે મુનિવર દ્વારા રચિત પ્રાકૃત કૃતિ હોય. ગાથા ૪૭૦માં શ્રીચન્દ્રસૂરિનો ઉલ્લેખ છે. સંભવ છે કે તે જ મુનિપતિ હોય. ગાથા
૧. અબ્રહ્મનું સેવન ૨. ગાથા ૧૨૩૨થી ૧૨૪૮ સુધીના નાના કુલક ઉપર એક અજ્ઞાતકર્તૃક વૃત્તિ છે. ૩. જુઓ બીજા ભાગનો ઉપોદ્ઘાત, પત્ર ૪ આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org