Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૮૨
નવતત્તપયરણ (નવતત્ત્વપ્રકરણ)
‘નીવાનીવા પુછ્યું’થી શરૂ થતા આ` અજ્ઞાતકર્તૃક પ્રકરણમાં જૈન મહારાષ્ટ્રીમાં વિરચિત ૩૦ આર્યા છન્દ છે. તેમાં જીવ વગેરે નવ તત્ત્વોનું સ્વરૂપ જણાવ્યું છે.
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ
ટીકાઓ
પ્રસ્તુત કૃતિ ઉપર નીચે જણાવેલી સંસ્કૃત ટીકાઓ છે :
૧. દેવસુંદરસૂરિના શિષ્ય કુલમંડનની વૃત્તિ. કુલમંડને ‘રામાબ્લિશ’ અર્થાત્ ૧૪૪૩માં ‘વિચારામૃતસંગ્રહ’ લખ્યો છે. તેમનો સ્વર્ગવાસ વિ.સં.૧૪૫૫માં થયો હતો.
-
૨. દેવસુંદરસૂરિના શિષ્ય સાધુરત્ને રચેલી અવસૂરિ. તેની એક હસ્તલિખિત પ્રતિ વિ.સં.૧૫૧૫ની લખેલી મળે છે.
૩. અંચલગચ્છના મેરુત્તુંગસૂરિના શિષ્ય માણિક્યશેખરસૂરિકૃત વિવરણ. તેનો ઉલ્લેખ તેમણે પોતે જ પોતાની આવશ્યકદીપિકા'માં કર્યો છે.
૪. પરમાનન્દસૂરિએ રચેલું ૨૫૦ શ્લોકપ્રમાણ વિવરણ.
૫. ખરતરગચ્છના સકલચન્દ્રના શિષ્ય સમયસુંદરે વિ.સં.૧૬૯૮માં રચેલી ટીકા.
૬. વિ.સં. ૧૭૯૭માં રત્નચન્દ્રે રચેલી ટીકા.
૭. પાર્શ્વકપુર ગચ્છના કલ્યાણના પ્રશિષ્ય અને હર્ષના શિષ્ય તેજસિંહકૃત ટીકા. ઉપરાંત, બીજી બેત્રણ અજ્ઞાતકર્તૃક ટીકાઓ પણ છે.
ગુજરાતી બાલાવબોધ વગેરે – દેવસુંદરસૂરિના શિષ્ય સોમસુંદરસૂરિએ વિ.સં.૧૫૦૨માં એક બાલાવબોધ લખ્યો છે. તેની તે જ વર્ષમાં લખાયેલી હસ્તપ્રત મળે છે. હર્ષવર્ધન ઉપાધ્યાયે પણ એક બાલાવબોધ લખ્યો છે. તપાગચ્છના શાન્તિવિજયગણીના શિષ્ય માનવિજયગણીએ જૂની ગુજરાતીમાં અવર લખી છે. ઉપરાંત, ખરતરગચ્છના વિવેકરત્નસૂરિના શિષ્ય રત્નપાલે જૂની ગુજરાતીમાં વાર્તિક લખ્યું છે.
૧. ભીમસી માણેકે સન્ ૧૯૦૩માં ‘લઘુપ્રકરણસંગ્રહ'માં આ પ્રકરણને પ્રકાશિત કર્યું છે. એ સિવાય પણ અનેક સ્થાનોએથી તેનું પ્રકાશન થયું છે.
Jain Education International
૨. જુઓ પટ્ટાવલીસમુચ્ચય, ભાગ ૧, પૃ. ૬૫
૩. પ્રસ્તુત કૃતિના અનેક ગુજરાતી અને હિન્દી અનુવાદો થયા છે તથા તેનાં વિવેચનો લખાયાં છે અને તે પ્રકાશિત પણ થયાં છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org