Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૮૦
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ સત્તરિયઠાણપયરણ (સપ્તતિશતસ્થાનપ્રકરણ)
૩૫૯ ગાથાની જૈન મહારાષ્ટ્રીમાં રચાયેલી આ કૃતિના પ્રણેતા સમિતિલકસૂરિ છે. તે તપાગચ્છના ધર્મઘોષસૂરિના શિષ્ય સોમપ્રભસૂરિના શિષ્ય હતા. સોમપ્રભસૂરિનો જન્મ વિ.સં.૧૩૫૫માં થયો હતો. તેમણે દીક્ષા ૧૩૬૯માં લીધી હતી અને સૂરિપદ ૧૩૭૭માં પ્રાપ્ત કર્યું હતું. તેમનો સ્વર્ગવાસ ૧૪૨૪માં થયો હતો. આ કૃતિમાં ઋષભ વગેરે તીર્થંકરો વિશે ભવ આદિ ૧૭૦ બાબતોનો વિચાર કરવામાં આવ્યો છે.
ટીકા – આના ઉપર રામવિજયગણીના શિષ્ય દેવવિજયે ૨૯૦૦ શ્લોકપ્રમાણવાળી એક ટીકા વિ.સં.૧૩૭૦માં લખી છે. પુરુષાર્થસિદ્ધયુપાય
તેના કર્તા પ્રવચનસાર વગેરેના ટીકાકાર દિગમ્બર અમૃતચન્દ્રસૂરિ છે. તેમાં ૨૨૬ આર્યા પદ્ય છે. તેને ‘જિનપ્રવચનરહસ્યકોશ” તથા “શ્રાવકાચાર પણ
૧. આને દેવવિજયકૃત ટીકા સાથે જૈન આગમોદય સમિતિએ વિ.સં.૧૯૭૫માં પ્રકાશિત કરી
છે. તે પછી શ્રી ઋષિસાગરસૂરિરચિત છાયા સાથે મૂલ કૃતિ “બુદ્ધિસાગરસૂરિ જૈન જ્ઞાનમન્દિર' વીજાપુર તરફથી વિ.સં.૧૯૯૦માં છપાઈ છે, તેનો ઋષિસાગરસૂરિકૃત
ગુજરાતી અનુવાદ પ્રકાશિત થયો છે. ૨. આ ગ્રન્થની પ્રથમ આવૃત્તિ રાયચન્દ્ર જૈન ગ્રંથમાલામાં વીર સંવત્ ૨૪૩૧ (સનું
૧૯૦૪)માં અને ચોથી વીર સંવત્ ૨૪૭૯ (સન્ ૧૯૫૩)માં પ્રકાશિત થઈ છે. ચોથી આવૃત્તિમાં પં. નાથુરામ પ્રેમીની હિંદીમાં લખેલી ટીકાને સ્થાન આપ્યું છે. આ ભાષાટીકા ૫. ટોડરમલની અપૂર્ણ ટીકાને આધારે લખાઈ છે. આ ઉપરાંત જગમન્દરલાલ જૈનીનાં
અંગ્રેજી અનુવાદ સાથે મૂલ કૃતિ સન્ ૧૯૩૩માં પ્રકાશિત થઈ છે. ૩. આ નામ મેઘવિજયગણીની “જુત્તિપબોહનાડ્ય'માં આવે છે. તેમણે જુત્તિપબોહનાથ'
(ગાથા ૭)ની ટીકામાં “સબે માવા ગણીથી શરૂ થતી ગાથાને અમૃતચન્દ્રરચિત જણાવી છે. આ તથા ‘ઢાઢસી' ગાથામાં આવનારી અને “સંઘો + વ તરફથી શરૂ થતી ગાથા પણ અમૃદચન્દ્રની છે એમ જણાવ્યું છે, પરંતુ આ વિચારણીય જણાય છે. જુઓ ઉપર્યુક્ત ચોથી આવૃત્તિમાં “જૈન સાહિત્ય અને ઈતિહાસ'માંથી ઉદ્ધત અંશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org