Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમસાર અને દ્રવ્યાનુયોગ
૧૮૩ અંગુલસત્તરિ (અંગુલસપ્તતિ)
તેના કર્તા મુનિચન્દ્રસૂરિ છે. તે યશોભદ્રસૂરિના શિષ્ય, આનન્દસૂરિ અને ચન્દ્રપ્રભસૂરિના ગુરુભાઈ તથા અજિતદેવસૂરિ અને વાદી દેવસૂરિના ગુરુ હતા. તેમનો સ્વર્ગવાસ વિ.સં.૧૧૭૮માં થયો હતો. તેમણે નાનીમોટી ૩૧ રચનાઓ કરી છે.
અંગુલસત્તરિમાં જૈન મહારાષ્ટ્રીમાં રચાયેલાં ૭૦ આર્યા પદ્ય છે. પહેલી ગાથામાં ઋષભદેવને નમન કરીને અંગુલનું લક્ષણ કહેવાની પ્રતિજ્ઞા કરી છે. આ રચનામાં ઉત્સધાંગુલ, આત્માગુલ અને પ્રમાણાંગુલનું સ્વરૂપ સમજાવ્યું છે. સાથે સાથે આ ત્રણેનો ઉપયોગ પણ સૂચવ્યો છે. કોઈ કોઈ બાબતમાં મતાંતરોનો ઉલ્લેખ કરી તેમનામાં દૂષણો જણાવ્યાં છે. નગરી વગેરેનાં પરિમાણોનો અહીં વિચાર કરવામાં આવ્યો છે.
ટીકાઓ – આના ઉપર મુનિચન્દ્રસૂરિએ પોતે સ્વોપજ્ઞ ટીકા લખી છે. અજ્ઞાતકર્તક એક અવચૂરિ પણ તેના ઉપર છે. છઠ્ઠાણપયરણ (ષસ્થાનપ્રકરણ)
તેના કર્તા જિનેશ્વરસૂરિ છે. તે વર્ધમાનસૂરિના શિષ્ય, બુદ્ધિસાગરસૂરિના ગુરુભાઈ તથા નવાંગી વૃત્તિકાર અભયદેવસૂરિના ગુરુ છે. તેમણે વિ.સં. ૧૮૮૦માં હારિભદ્રીય અષ્ટકપ્રકરણ ઉપર વૃત્તિ લખી છે.
પ્રસ્તુત કૃતિને “શ્રાવકવક્તવ્યતા' પણ કહે છે. જૈન મહારાષ્ટ્રમાં આર્યા છન્દમાં વિરચિત આ ગ્રન્થમાં ૧૦૪ પદ્ય છે. આખી કૃતિ છે સ્થાનકોમાં વિભક્ત છે. તેમનાં નામ તથા પ્રત્યેક સ્થાનકની પદસંખ્યા નીચે પ્રમાણે છે : વ્રતપરિકર્મત્વ - ૨૬, શીલવત્ત્વ - ૨૪, ગુણવત્ત્વ - ૫, ઋજુવ્યવહાર – ૧૭, ગુરુની શુશ્રુષા - ૬, તથા પ્રવચનકૌશલ્ય - ૨૬. આ છ સ્થાનકગત ગુણોથી વિભૂષિત
૧. ગુજરાતી અનુવાદ સાથે આ કૃતિ “મહાવીર જૈન સભા' ખંભાત તરફથી સન્ ૧૯૧૮માં
પ્રકાશિત થઈ છે. ૨. તેમનાં નામ મેં સવૃત્તિક અનેકાન્તજયપતાકા (ખંડ ૧)માં મારી અંગ્રેજી પ્રસ્તાવનામાં
(પૃ.૩૦) આપ્યાં છે. ૩. કોઈએ આનો ગુજરાતી અનુવાદ કર્યો છે અને તે પ્રકાશિત પણ થયો છે. ૪. “જિનદત્તસૂરિ પ્રાચીન પુસ્તકોદ્ધાર ફંડ' સૂરત તરફથી જિનપાલની વૃત્તિ સાથે તેનું પ્રકાશન
સન્ ૧૯૩૩માં થયું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org