Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમસાર અને દ્રવ્યાનુયોગ
૧૬૫
જીવસમાસ
આ ગ્રન્થના કર્તાનું નામ અજ્ઞાત છે, પરંતુ તે પૂર્વધર હતા એમ મનાય છે. જૈન મહારાષ્ટ્રીમાં રચિત આ કૃતિમાં ૨૮૬ આર્યા છન્દ છે. તેમના સિવાયની બીજી કોઈ કોઈ પ્રક્ષિપ્ત ગાથાઓ પણ છે. એવી એક ગાથાનો નિર્દેશ મલધારી હેમચન્દ્રસૂરિએ તેની ટીકાના અંતે (પત્ર ૩૦૧) કર્યો છે અને તેની વ્યાખ્યા પણ કરી છે, જો કે એમ કરતાં તેમણે સૂચન કર્યું છે કે પૂર્વ ટીકામાં તેની વ્યાખ્યા મળતી નથી. વલભી' વાચનાને અનુસરનારી આ કૃતિનો પ્રારંભ ચોવીસ તીર્થકરોના નમસ્કારથી થાય છે. પ્રારંભની ગાથામાં અનંત જીવોના ચૌદ સમાસનું (સંક્ષેપનું) વર્ણન કરવાની પ્રતિજ્ઞા કરવામાં આવી છે. ચાર નિક્ષેપ; છે અને આઠ અનુયોગદ્વાર; ગતિ, ઈન્દ્રિય ઈત્યાદિ ચૌદ માર્ગણાઓ દ્વારા જીવસમાસોનો બોધ; આહાર, ભવ્યત્વ વગેરેની અપેક્ષાએ જીવોના પ્રકારનું મિથ્યાત્વ વગેરે ચૌદ ગુણસ્થાન; નારક વગેરેના પ્રકાર; પૃથ્વીકાય વગેરેના ભેદ; ધર્માસ્તિકાય વગેરે અજીવના ભેદ; અંગુલના ત્રણ પ્રકાર; કાળના સમય, આવલિકા વગેરે ભેદોથી લઈને પલ્યોપમ વગેરેનું સ્વરૂપ; સંખ્યાના ભેદ-પ્રભેદ, જ્ઞાન, દર્શન, નય અને ચારિત્રના પ્રકાર; નારક વગેરે જીવોનું માન; સમુદ્યાત; નારક વગેરેનું આયુષ્ય તથા તેનો વિરહકાલ; અને ગતિ, વેદ, વગેરેની અપેક્ષાએ જીવોનું અને પ્રદેશની અપેક્ષાએ અજીવ પદાર્થોનું અલ્પબદુત્વ – બધા વિષયોનું નિરૂપણ આ કૃતિમાં આવે છે.
ગાથા ૩૦, ૩૬, ૬૫ વગેરેમાં પૃથ્વીકાય વગેરેના જે પ્રકારો જણાવ્યા છે તે ઉપલબ્ધ આગમોમાં દેખાતા નથી.
ટીકા – જીવસમાસ ઉપર વિશેષાવશ્યકભાષ્ય વગેરેના ટીકાકાર મલધારી હેમચન્દ્રસૂરિએ વિ.સં. ૧૧૬૪માં યા તેની આસપાસના સમયમાં ૬૬૨૭ શ્લોકપ્રમાણ વૃત્તિ લખી છે. તેના પહેલાં એક વૃત્તિ અને એક ટીકા લખાઈ હતી એમ ૪૭મી અને ૧૫૮મી ગાથા ઉપરની વૃત્તિના ઉલ્લેખથી જણાય છે,
૧. આ ગ્રન્થ મલધારી હેમચન્દ્રની વૃત્તિ સાથે “આગમોદય સમિતિ તરફથી ૧૯૨૭માં
પ્રકાશિત થયો છે. તેના પ્રારંભમાં લઘુ અને બૃહદ્ વિષયાનુક્રમ પણ આપવામાં આવ્યો
૨. કુલ એકવીસ ભેદ, ૩. જુઓ મુદ્રિત આવૃત્તિનો ઉપોદ્દાત, પત્ર ૧૧. ૪. જુઓ અનુક્રમથી પત્ર ૩૩ અને ૧૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org