Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૬૦
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ એટલે કે સાધુનું ચારિત્ર છે. પાંચ મહાવ્રતોમાં અહિંસા વગેરે પ્રત્યેક મહાવ્રતની પાંચ પાંચ ભાવનાઓ ગણાવી છે. સમ્યક્તને પામેલો જીવ જ્ઞાનમાર્ગ ઉપર છે, તે પાપાચરણ કરતો નથી અને છેવટે મોક્ષે જાય છે એમ તેમાં કહેવામાં આવ્યું છે.
તેની સાતમી ગાથાને “અતિચારની આઠ ગાથા'ના નામથી પ્રસિદ્ધ શ્વેતાંબરીય પ્રતિક્રમણ સૂત્રની ત્રીજી ગાથાના રૂપમાં જોવામાં આવે છે.
ટીકા – ચારિત્રપાહુડ ઉપર શ્રુતસાગરની ટીકા છે.
૩. સુત્તપાહુડ (સૂત્રપ્રાભૃત) – આ ૨૭ ગાથાની કૃતિ છે. તેમાં કહ્યું છે કે જેમ દોરો પરોવેલી સોય નાશ પામતી નથી એટલે કે ખોવાતી નથી તેમ જ સૂત્રનો જ્ઞાતા સંસારમાં ભટકતો નથી એટલે કે તે ભવનો (સંસારનો) નાશ કરે છે. સૂત્રનો અર્થ તીર્થંકરે કહ્યો છે. જીવ વગેરે પદાર્થોમાંથી હેય અને ઉપાદેયને જે જાણે છે તે “સદ્દષ્ટિ' છે. તીર્થકરોએ અચલતા અને પાણિપાત્રતાનો ઉપદેશ આપ્યો છે, તેથી તેનાથી જુદો માર્ગ મોક્ષમાર્ગ નથી. જે સંયમી આરત્મપરિગ્રહથી વિરક્ત અને બાવીસ પરીષહોને સહન કરનારો હોય તે વન્દનીય છે; જ્યારે જે લિંગી દર્શન અને જ્ઞાનનો યોગ્ય ધારક હોય પરંતુ વસ્ત્ર ધારણ કરતો હોય તે “ઈચ્છકારને યોગ્ય છે. સચેલકને, પછી ભલે તે તીર્થંકર હોય, મુક્તિ મળતી નથી. સ્ત્રીનાં નાભિ વગેરે સ્થાનોમાં સૂક્ષ્મ જીવો હોય છે, તેથી તે દીક્ષા લઈ શકતી નથી. જેમણે ઈચ્છા ઉપર કાબૂ મેળવી લીધો છે તેઓ બધાં દુઃખોથી મુક્ત હોય છે. આ કથન ઉપરથી એ જાણી શકાય છે કે આ પાહુડમાં અચલકતા અને સ્ત્રીની દીક્ષા માટેની અયોગ્યતા ઉપર ભાર આપવામાં આવ્યો છે.
ટીકા – તેની ટીકા રચનાર શ્રુતસાગર છે.
૪. બોધપાહુડ (બોધપ્રાભૃત) – આમાં ૬ર ગાથા છે. આચાર્યોને નમસ્કારથી તેનો પ્રારંભ થાય છે. તેની ત્રીજી અને ચોથી ગાથામાં તેમાં આવનારા અગીઆર અધિકારોનો નિર્દેશ છે. તેમનાં નામ નીચે મુજબ છે :
૧. આયતન, ૨. ચૈત્યગૃહ, ૩. જિનપ્રતિમા, ૪. દર્શન, ૫. જિનબિમ્બ, ૬. જિનમુદ્રા, ૭. જ્ઞાન, ૮. દેવ, ૯. તીર્થ, ૧૦. તીર્થકર અને ૧૧. પ્રવ્રજયા.
૨૩મી ગાથામાં કહ્યું છે કે જેની પાસે મતિજ્ઞાનરૂપી સ્થિર ધનુષ છે, શ્રુતજ્ઞાનરૂપી પ્રત્યંચા છે અને રત્નત્રયરૂપી બાણ છે તથા જેનું લક્ષ્ય પરમાર્થ છે તે મોક્ષમાર્ગથી ચલિત-મ્મલિત થતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org