Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમસાર અને દ્રવ્યાનુયોગ
૧પ૯ – આમ કહી સમ્યક્તનું મહત્ત્વ દર્શાવ્યું છે. સમ્યત્વીને જ્ઞાનલાભ અને કર્મક્ષય શક્ય છે તથા તે વન્દનીય છે. સમ્યક્ત વિષયસુખનું વિરેચન અને સમસ્ત દુઃખનું નાશક છે – આવા કથન દ્વારા સમ્યક્તના માહાભ્યનું વર્ણન કરવામાં આવ્યું છે. વ્યવહારની દૃષ્ટિએ જિનેશ્વર દ્વારા પ્રરૂપિત જીવ આદિ દ્રવ્યોમાં શ્રદ્ધા સમ્યક્ત છે, તો નિશ્ચયની દૃષ્ટિએ આત્મા પોતે સમ્યક્ત છે વગેરે વાતો અહીં રજૂ કરવામાં આવી છે. ૨૯મી ગાથામાં તીર્થકર ચોસઠ ચામરોથી યુક્ત હોય છે અને તેમને ચોત્રીસ અતિશય હોય છે એ વાતનો તથા ૩પમી ગાથામાં તેમનો દેહ ૧૦0૮ લક્ષણોથી સંપન્ન હોય છે એ વાતનો ઉલ્લેખ છે.
ટીકા – દંસણપાહુડ અને બીજા પાંચ પાહુડો ઉપર પણ વિદ્યાનન્દીના શિષ્ય અને મલ્લિભૂષણના ગુરુભાઈ શ્રુતસાગરે સંસ્કૃતમાં ટીકા લખી છે. દંસણપાહુડની ટીકામાં (પૃ. ૨૭-૨૮) ૧૦૦૮ લક્ષણોમાંથી કેટલાંક લક્ષણો આપવામાં આવ્યાં છે. દસપાહુડ આદિ છ પાહુડો ઉપર અમૃતચન્દ્ર ટીકા લખી હતી એમ કેટલાકનું માનવું છે.
૨. ચારિત્તપાહુડ (ચારિત્રપ્રાકૃત) – આમાં ૪૪ ગાથા છે. બીજી ગાથામાં તેનું નામ “ચારિત્તપાહુડ' કહ્યું છે, જ્યારે ૪૪મી ગાથામાં તેના “ચરણપાહુડ' નામનો નિર્દેશ છે. આ પાહુડ ચારિત્ર અને તેમના પ્રકાર વગેરે ઉપર પ્રકાશ ફેકે છે. તેમાં ચારિત્રના દર્શનાચારચારિત્ર અને સંયમચરણચારિત્ર એવા બે પ્રકાર જણાવ્યા છે. નિઃશંકિત આદિનો સમ્યક્તના આઠ ગુણના રૂપમાં ઉલ્લેખ છે.
સંયમચરણચારિત્રના બે ભેદ છે : સાગાર અને નિરાગાર. પાંચ અણુવ્રત, ત્રણ અણુવ્રત અને ચાર શિક્ષાવ્રત – સાગારનું અર્થાત ગૃહસ્થનું ચારિત્ર છે, જયારે પાંચ ઈન્દ્રિયનું સંવરણ, પાંચ મહાવ્રતોનું પાલન તથા પચ્ચીસ ક્રિયાઓ (ભાવનાઓ), પાંચ સમિતિઓ અને ત્રણ ગુપ્તિઓનું પાલન – આ નિરાગારનું
૧. તેમનો પરિચય, તેમણે રચેલી ઔદાર્યચિન્તામણિ આદિ વિવિધ કૃતિઓના નિર્દેશ સાથે,
મેં મારા “જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ' (ખંડ ૧ : સાર્વજનીન સાહિત્ય પૃ. ૪૨
૪૪, ૪૬ અને ૩૦૦)માં આપ્યો છે. 2. Geleroue – W. Deneke. gzul Festagabe Jacobi (p. 163 f.) ૩. જુઓ પ્રો. વિન્ટર્નિન્સનો ગ્રન્થ History of Indian Literature, Vol. 1, p. 577
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org