Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમસાર અને દ્રવ્યાનુયોગ
૧૫૭ એક, બે એવા દસ વિકલ્પ, પુદ્ગલના સ્કન્ધ આદિ ચાર પ્રકાર, પરમાણુનું સ્વરૂપ, શબ્દની પૌલિકતા, ધર્માસ્તિકાય આદિનું સ્વરૂપ, રત્નત્રયનાં લક્ષણ, જીવ વગેરે નવ તત્ત્વોનું નિરૂપણ, જીવના ભેદ-પ્રભેદ, પ્રશસ્ત રાગ અને અનુકમ્પાની સ્પષ્ટતા, વ્યવહાર અને નિશ્ચયનયની અપેક્ષાએ મોક્ષ અને મોક્ષમાર્ગની વિચારણા તથા જીવનું સ્વસમય અને પરસમયમાં પ્રવર્તન.
કર્તાએ ખુદે પ્રસ્તુત કૃતિને “સંગ્રહ' કહી છે. તેમાં પરંપરાગત પદ્ય સંકલિત કરવામાં આવ્યાં હોય એવું લાગે છે. ૨૭મી ગાથામાં જીવનાં લક્ષણ જે ક્રમે આપવામાં આવ્યાં છે તે જ ક્રમે તેમનું નિરૂપણ નથી કરવામાં આવ્યું. શું સંગ્રહરૂપતા એનું કારણ હશે ?
પ્રસ્તુત કૃતિની બારમી ગાથાનો પૂર્વાર્ધ સન્મતિના પ્રથમ કાંડની બારમી ગાથાના પૂર્વાર્ધનું સ્મરણ કરાવે છે. પંચત્યિકાયસંગહની ગાથા ૧પથી ૨૧માં “સતુ” અને “અસ” વિષયક વાદોની અનેકાન્ત દૃષ્ટિએ જે વિચારણા કરવામાં આવી છે તે સન્મતિના તૃતીય કાંડની ગાથા ૫૦થી પ૨માં દેખાય છે. તેની ૨૭મી ગાથામાં આત્માનું સ્વરૂપ જૈન દૃષ્ટિએ દર્શાવ્યું છે; આ જ વસ્તુ સન્મતિના ત્રીજા કાંડની ગાથા ૫૪-૫૫માં આત્મા વિશે છ મુદ્દાઓનો નિર્દેશ કરીને કહેવામાં આવી છે. સન્મતિના ત્રીજા કાંડની ૮થી ૧૫ ગાથાઓ કુન્દકુન્દના ગુણ અને પર્યાયની ભિન્નતારૂપ વિચારનું ખંડન કરનારી છે એમ કહી શકાય. તેમાં “ગુણ'ના પ્રચલિત અર્થમાં અમુક અંશે પરિવર્તન જોઈ શકાય છે.
ટીકાઓ – પ્રસ્તુત કૃતિ ઉપર અમૃતચન્દ્ર તત્ત્વદીપિકા કે સમયવ્યાખ્યા નામ ધરાવતી ટીકા લખી છે. તેમાં ટીકાકારે કહ્યું છે કે દ્રવ્યમાં પ્રતિસમય પરિવર્તન થવા છતાં તેના સ્વભાવને અર્થાત્ મૂળ ગુણને અબાધિત રાખવાનું કાર્ય અગુરુલઘુ' નામનો ગુણ કરે છે. ૧૪૬મી ગાથાની ટીકામાં મોખપાહુડમાંથી એક ઉદ્ધરણ ટાંકવામાં આવ્યું છે. તે ઉપરાંત જયસેન, બ્રહ્મદેવ, જ્ઞાનચન્દ્ર,
૧. આ વિભાગને કેટલાક લોકો “ચૂલિકા' કહે છે. ૨. જુઓ સન્મતિપ્રકરણની પ્રસ્તાવના, પૃ. ૬૨ ૩. તેમની ટીકાનું નામ “તાત્પર્યવૃત્તિ છે. તેની પુષ્યિકા અનુસાર મૂળ કૃતિ ત્રણ અધિકારોમાં વિભક્ત છે. પ્રથમ અધિકારમાં ૧૧૧ ગાથા છે અને આઠ અત્તરાધિકાર છે. બીજા અધિકારમાં ૫૦ ગાથા છે અને દસ અત્તરાધિકાર છે તથા તૃતીય અધિકારમાં ૨૦ ગાથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org