Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમસાર અને દ્રવ્યાનુયોગ
૧૫૫ પરમ ભક્તિનું નિરૂપણ, નિશ્ચયનય અનુસાર આવશ્યક કર્મ, આત્યંતર અને બાહ્ય જલ્પ, બહિરાત્મા અને અન્તરાત્મા, વ્યવહાર અને નિશ્ચયનય અનુસાર સર્વજ્ઞતા, કેવલજ્ઞાનીમાં જ્ઞાન અને દર્શનનો એક જ સમયમાં સદ્દભાવ, સિદ્ધનું સ્વરૂપ તથા સિદ્ધ થનારની ગતિ અને તેનું સ્થાન.
આમાં પ્રતિક્રમણ વગેરે જે આવશ્યક ગણાવ્યાં છે તેમની અપેક્ષાએ મૂલાચારમાં ભેદ છે. તેમાં આલોચનાનો ઉલ્લેખ નથી અને પરમ ભક્તિના બદલે સ્તુતિ અને વંદનાનો નિર્દેશ છે."
૯૪મી ગીથામાં પડિક્કમણ સુત્ત નામની કૃતિનો ઉલ્લેખ છે. ૧૭મી ગાથામાં કહ્યું છે કે એનો વિસ્તાર “લોવિભાગમાંથી જાણી લેવો. સર્વનન્દી વગેરે દ્વારા રચિત “લોયવિભાગ' નામની એકથી વધુ કૃતિઓ છે ખરી, પરંતુ અહીં તો પુસ્તકવિશેષના બદલે લોકવિભાગનું સૂચક સાહિત્ય અભિપ્રેત હોય એવું જણાય
ટીકા – પદ્મપ્રભ મલધારીદેવે સંસ્કૃતમાં તાત્પર્યવૃત્તિ નામની ટીકા લખી છે. તેમાં તેમણે અમૃતાશીતિ, શ્રુતબળ્યું અને માર્ગપ્રકાશમાંથી ઉદ્ધરણ આપ્યાં છે. તે ઉપરાંત અકલંક, અમૃતચન્દ્ર, ગુણભદ્ર, ચન્દ્રકીર્તિ, પૂજ્યપાદ, માધવસેન, વીર નન્દી, સમન્તભદ્ર, સિદ્ધસેન અને સોમદેવના ઉલ્લેખો આવે છે. * આ તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં મૂળ કૃતિને બાર શ્રુતસ્કન્ધોમાં વિભક્ત કરવામાં આવી છે. આ ટીકામાં પ્રત્યેક ગાથાની ગદ્યાત્મક વ્યાખ્યા પછી પદ્યો પણ આવે છે. એવાં પડ્યો કુલ ૩૧૧ છે. ગુજરાતી અનુવાદવાળી ઉપર્યુક્ત આવૃત્તિમાં આવા પ્રત્યેક પદ્યને 'કલશ' કહ્યું છે.
૧. આ પરમ ભક્તિના બે પ્રકાર છે : ૧. નિર્વાણભક્તિ (નિર્વાણની ભક્તિ) અને ૨.
યોગભક્તિ (યોગની ભક્તિ) ૨. ૧૨૧મી ગાથામાં નિશ્ચયથી કાયોત્સર્ગનું નિરૂપણ છે. ૩. કેવલી સર્વ જાણે છે અને દેખે છે તે વ્યવહારનયની દૃષ્ટિએ સર્વજ્ઞતા છે. કેવલી પોતાના
આત્માને જાણે છે અને દેખે છે તે નિશ્ચયનયની દષ્ટિએ સર્વજ્ઞતા છે. ૪. આ વિષયમાં સૂર્યના પ્રકાશ અને તાપનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. ૫. જુઓ પવયણસારનો અંગ્રેજી ઉપોદ્ઘાત, પૃ. ૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org