Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમસાર અને દ્રવ્યાનુયોગ
૧૫૩
આદિ અનુભાગને, કોઈ નોકર્મને, કોઈ કર્મના ઉદયને, કોઈ તીવ્રતા આદિ ગુણોથી ભિન્ન પ્રતીત થનારને, કોઈ જીવ અને અજીવના મિશ્રણને અને કોઈ કર્મના સંયોગને જીવ માને છે.)
જેમ સુવર્ણ અગ્નિમાં તપાવવા છતાં પોતાનું સુવર્ણત્વ છોડતું નથી, તેમ કર્મના ઉદયથી તપ્ત બનવા છતાં જ્ઞાની પણ પોતાનું જ્ઞાનીપણું છોડતો નથી એમ ૧૮૪મા પદ્યમાં કહ્યું છે.
જેમ વિષ ખાવા છતાં પણ (વિષ-)વૈદ્ય મરતો નથી, તેમ પુદ્ગલકર્મના ઉદયનો ભોગ કરવા છતાં પણ જ્ઞાની કર્મથી બંધાતો નથી. (૧૯૫)
૮૫મા પદ્યમાં કહેવામાં આવ્યું છે કે જો આત્મા પુદ્ગલકર્મનો કર્તા બને અને તેનો ભોગ કરે તો તે પેલી બંને ક્રિયાઓથી અભિન્ન સિદ્ધ થાય અને એ વાત તો જૈન સિદ્ધાન્તને માન્ય નથી.
ટીકાઓ
તેના ઉપર અમૃતચન્દ્રે આત્મખ્યાતિ નામની ટીકા લખી છે. તેમાં ૨૬૩ પદ્યોનો એક કલશ છે. આ ટીકાના અંતે, સમગ્ર મૂલકૃતિનું સ્પષ્ટીકરણ પ્રસ્તુત કરવા ઉપરાંત, પરિશિષ્ટના રૂપે નીચે જણાવેલી બાબતો ઉપર વિચાર રજૂ કર્યા છે :
1
૧. આત્માના અનન્ત ધર્મો છે. આ ગ્રન્થમાં કુકુન્દાચાર્યે તેને માત્ર જ્ઞાનરૂપ કહ્યો છે, તો શું તેનો સ્યાદ્વાદ સાથે વિરોધ નહીં થાય ?
૨. જ્ઞાનમાં ઉપાયભાવ અને ઉપેયભાવ બંને કેવી રીતે ઘટી શકે ?
આ ટીકામાં તેમણે પવયણસાર ઉપરની સ્વોપજ્ઞ ટીકાનો નિર્દેશ કર્યો છે. જયસેને તાત્પર્યવૃત્તિ નામની ટીકા સંસ્કૃતમાં લખી છે. તે ઉપરાંત તેના ઉપર ટીકા લખનારાઓનાં નામ આ પ્રમાણે છે : પ્રભાચન્દ્ર, નયકીર્તિના શિષ્ય બાલચન્દ્ર, વિશાલકીર્તિ અને જિનમુનિ. તેના ઉપર એક અજ્ઞાતકર્તૃક સંસ્કૃત ટીકા પણ છે.
૧.
આ કલશ ઉપર શુભચન્દ્રે સંસ્કૃતમાં અને રાયમલ્લ તથા જયચન્દ્રે એક એક ટીકા હિન્દીમાં
લખી છે.
૨. આમાં પંચત્મિકાયસંગહ ઉપરની પોતાની ટીકાનો ઉલ્લેખ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org