Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમસાર અને દ્રવ્યાનુયોગ
૧૫૧ અમૃતચન્દ્રને અનુસરે છે અને તેમની વૃત્તિનો પણ ઉપયોગ કરે છે. જયસેનનો સમય ઈ.સ.ની બારમી સદીના દ્વિતીય ચરણ આસપાસ છે.
પ્રભાચન્દ્રકૃત સરોજભાસ્કર પવયણસારની ત્રીજી ટીકા છે. તેની રચના સમયસારની બાલચન્દ્રકૃત ટીકા પછી થઈ છે. તેમનો સમય ઈ.સ.ની ચૌદમી સદીનો પ્રારંભ હશે એવું લાગે છે. તેમણે દવ્યસંગહ (દ્રવ્યસંગ્રહ)ની ટીકા લખી છે અને આઠ પાહુડો પર પંજિકા લખી હતી એવું પણ કેટલાક માને
મલ્લિષણ નામના કોઈ દિગંબરે તેના ઉપર સંસ્કૃતમાં ટીકા લખી હતી એવું કહેવાય છે. તે ઉપરાંત વર્ધમાને પણ એક વૃત્તિ લખી છે.
બાલાવબોધ – હેમરાજ પાંડેએ વિ.સં. ૧૭૦૯માં હિન્દીમાં બાલાવબોધ લખ્યો છે અને તેના માટે તેમણે અમૃતચન્દ્રની ટીકાનો ઉપયોગ કર્યો છે. આ બાલાવબોધની પ્રશસ્તિમાં શાહજહાંનો ઉલ્લેખ આવે છે. પદ્મમન્દિરગણીએ પણ વિ.સં.૧૬૫૧માં એક બાલાવબોધ લખ્યો છે.
સમયસાર
કુકુન્દ્રાચાર્યની જૈન શૌરસેની પદ્યમાં (મુખ્યપણે આર્યામાં) રચાયેલી આ એક મહત્ત્વની કૃતિ છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી જેવા શ્વેતાંબર વિદ્વાનોની દૃષ્ટિમાં પણ આ એક સમ્માન્ય ગ્રંથ છે. તેની પણ બે વાચના મળે છે. એકમાં ૪૧૫ પદ્ય છે તો બીજીમાં ૪૩૯. અમૃતચંદ્ર આખી કૃતિને નવ અંકોમાં વિભક્ત કરી છે. પ્રારંભની ૩૮ ગાથાઓ સુધીના ભાગને તેમણે પૂર્વરંગ કહ્યો છે.
કુન્દકુન્દ્રાચાર્યની ઉપલબ્ધ બધી કૃતિઓમાં સમયસાર સૌથી મોટી કૃતિ છે. . તેમાં જીવ વગેરે નવ તત્ત્વોની શુદ્ધ નિશ્ચયનયાનુસારી પ્રરૂપણાને અગ્ર સ્થાન
૧. તેને પ્રવચનસરોજભાસ્કર પણ કહે છે. ૨. તે રાયચન્દ્ર જૈન ગ્રન્થમાલામાં ૧૯૧૯માં પ્રકાશિત થયેલ છે. અંગ્રેજી અનુવાદ સાથે
Sacred Books of the Jainas સિરીઝમાં ૧૯૩૦માં, તથા અમૃતચન્દ્ર અને જયસેનની ટીકાઓ સાથે “સનાતન જૈન ગ્રન્થમાલા” બનારસમાં પણ ૧૯૪૪માં તે મુદ્રિત થઈ ગયો છે. તે ઉપરાંત શ્રી હિમ્મતલાલ જેઠાલાલ શાહનો ગુજરાતી પદ્યાત્મક અનુવાદ જૈન અતિથિ સેવા સમિતિ', સોનગઢ તરફથી ૧૯૪૦માં પ્રકાશિત થયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org