Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ
૧૫૪
નિયમસાર
શ્રી કુન્દકુન્તાચાર્ય રચિત આ પદ્યાત્મક કૃતિ પણ જૈન શૌરસેનીમાં છે.
તેમાં ૧૮૭ ગાથા છે અને ટીકાકાર પદ્મપ્રભ મલધારીદેવના મતે તે બાર અધિકારોમાં વિભક્ત છે. અનન્ત સુખના ઈચ્છુકે કયા કયા નિયમ પાળવા જોઈએ તે અહીં જણાવવામાં આવ્યું છે. નિયમ એટલે અવશ્ય કરણીય. અવશ્યક૨ણીયથી અહીં અભિપ્રેત છે સમ્યક્ત્વ આદિ રત્નત્રય. તેમાં ‘પરમાત્મ’ તત્ત્વનું અવલંબન લેવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. આ જ તત્ત્વ અન્તસ્તત્ત્વ, કારણપરમાત્મા, પરમ પારિણામિક ભાવ વગેરે નામથી પણ જણાવાય છે.
નિયમસારમાં નીચે જણાવેલા વિષયોની ચર્ચા કરવામાં આવી છે :
આમ, આગમ અને તત્ત્વોની શ્રદ્ધાથી સમ્યક્ત્વની ઉત્પત્તિ, અઢાર દોષોનો ઉલ્લેખ, આગમ એટલે પરમાત્માના મુખમાંથી નીકળેલાં શુદ્ધ વચન, જીવ આદિ છ તત્ત્વાર્થ, જ્ઞાન અને દર્શનરૂપ ઉપયોગના પ્રકાર, સ્વભાવપર્યાય અને વિભાવપર્યાય, મનુષ્ય વગેરેના ભેદો, વ્યવહાર અને નિશ્ચયથી કર્તૃત્વ અને ભોક્તત્વ, પુદ્ગલ વગેરે અજીવ પદાર્થોનું સ્વરૂપ, હેય અને ઉપાદેય તત્ત્વ, શુદ્ધ જીવમાં બંધસ્થાન, ઉદયસ્થાન, ક્ષાયિક વગેરે ચાર ભાવોનાં સ્થાન, જીવસ્થાન અને માર્ગણાસ્થાનનો અભાવ, શુદ્ધ જીવનું સ્વરૂપ, સંસારી જીવનો સિદ્ધ પરમાત્માથી અભેદ, સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનની વ્યાખ્યા, અહિંસા આદિ પાંચ મહાવ્રતની, ઈર્યા આદિ પાંચ સમિતિની તથા વ્યવહાર અને નિશ્ચયનયની અપેક્ષાએ મનોગુપ્તિ આદિ ત્રણ ગુપ્તિની સ્પષ્ટતા, પંચપરમેષ્ઠીનું સ્વરૂપ, ભેદવિજ્ઞાન દ્વારા નિશ્ચયચારિત્રની પ્રાપ્તિ, નિશ્ચયનય અનુસાર પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, ચતુર્વિધ આલોચના, પ્રાયશ્ચિત્ત, પરમ સમાધિ (સામાયિક) અને
૧. પદ્મપ્રભની સંસ્કૃત ટીકા તથા શીતલપ્રસાદજીકૃત હિન્દી અનુવાદ સાથે આ ગ્રન્થ ‘જૈનગ્રન્થ-રત્નાકર કાર્યાલય' તરફથી વિ.સં.૧૯૭૨માં પ્રકાશિત થયો છે. તે ઉપરાંત Sacred Books of the Jainas સિરિઝમાં આરાથી તેનો અંગ્રેજી અનુવાદ તથા હિમ્મતલાલ જેઠાલાલ શાહ કૃત ગુજરાતી અનુવાદ આદિ સાથે ‘જૈન સ્વાધ્યાય મન્દિર ટ્રસ્ટ' સોનગઢ તરફથી પણ પ્રકાશિત થયો છે.
૨. જુઓ ગુજરાતી અનુવાદવાળી આવૃત્તિનો ઉપોદ્ઘાત, પૃ. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org