Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૫૦
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ
કાલનું નિરૂપણ, પરમાણુ અને પ્રદેશની સ્પષ્ટતા, પ્રમેયનું લક્ષણ, નામ કર્મનું કાર્ય, સ્કન્ધોની ઉત્પત્તિ, શુદ્ધ આત્માનું સ્વરૂપ, બંધની વ્યાખ્યા, અને મમત્વનો
અભાવ.
તૃતીય અધિકાર જૈન શ્રમણનાં અચેલતા વગેરે બાહ્ય અને પરિગ્રહત્યાગ વગેરે આભ્યન્તર લિંગ, શ્રમણના મૂલ ગુણ, છેદોપસ્થાનક મુનિ, નિર્યાપક શ્રમણ, અપ્રમત્તતા, શ્રમણોનો આહાર, સ્વાધ્યાયનું મહત્ત્વ, આદર્શ શ્રમણતા, શુભ ઉપયોગમાં વિદ્યમાન શ્રમણોની પ્રવૃત્તિ, ગુણાધિક શ્રમણોની સમ્માનવિધિ, અને શુદ્ધ જીવનું સ્વરૂપ.
સોળમી ગાથામાં કેવળજ્ઞાન વગેરે ગુણ પ્રાપ્ત કરનારને ‘સ્વયમ્ભ' કહેવામાં આવ્યા છે, કારણ કે અન્ય કોઈ દ્રવ્યની સહાય વિના તે પોતાના સ્વરૂપને પ્રકટ કરે છે; તે સ્વયં છ કારકરૂપ બની પોતાની સિદ્ધિ પ્રાપ્ત કરે છે. સિદ્ધસેન દિવાકરે પ્રથમ દ્વાત્રિંશિકાના પહેલા શ્લોકમાં અને સમન્તભદ્રે સ્વયમ્ભસ્તોત્રમાં ‘સ્વયમ્ભ’ શબ્દનો પ્રયોગ કર્યો છે.
અધિકાર ૧, ગાથા ૫૭-૫૮માં પ્રત્યક્ષ અને પરોક્ષની જે વ્યાખ્યા આપવામાં આવી છે તે ન્યાયાવતાર (શ્લોક ૪)નું સ્મરણ કરાવે છે. અધિ. ૧, ગાથા ૪૬માં અને સન્મતિપ્રકરણ (કાંડ ૧, ગાથા ૧૭-૧૮)માં એકાન્તવાદમાં સંસાર અને મોક્ષની અનુપત્તિ એક જેવી દર્શાવાઈ છે. કુન્દકુન્દે દ્રવ્યની ચર્ચા જે રીતે અનેકાન્તદૃષ્ટિએ કરી છે તેવી જ રીતે સિદ્ધસેને સન્મતિપ્રકરણના ત્રીજા કાંડમાં શેયના વિશે કરી છે.
વ્યાખ્યાઓ પવયણસાર ઉપર સંસ્કૃત, કન્નડ અને હિન્દીમાં વ્યાખ્યાઓ છે. સંસ્કૃત વ્યાખ્યાઓમાં અમૃતચન્દ્રની વૃત્તિ સૌથી પ્રાચીન અને મહત્ત્વપૂર્ણ છે. તેમણે પુરુષાર્થસિધ્યુપાય અને તત્ત્વાર્થસાર નામના ગ્રન્થો લખ્યા છે તથા સમયસાર અને પંચત્મિકાયસંગહ ઉપર ટીકાઓ લખી છે. અમૃતચંદ્રનો સમય ઈ.સ.ની દસમી સદી લગભગ છે. તેમણે લખેલી વૃત્તિનું નામ તત્ત્વદીપિકા છે.
--
બીજી સંસ્કૃત ટીકા જયસેનકૃત તાત્પર્યવૃત્તિ છે. તેમાં ટીકાકારે પંચત્મિકાયસંગહની ટીકાનો નિર્દેશ કર્યો છે. દાર્શનિક વિષયોના નિરૂપણમાં તે
૧. સમન્તભદ્રે પણ એવું જ કર્યું છે. જુઓ સ્વયમ્ભસ્તોત્ર, શ્લોક ૧૪
૨.
જુઓ સન્મતિપ્રકરણનો ગુજરાતી પરિચય, પૃ. ૬૨
૩. જુઓ પૃ. ૧૨૧, ૧૬૨ અને ૧૮૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org