Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આચાર્ય કુકુન્દના ગ્રન્થ
દ્રાવિડ ભાષામાં કોર્ણાકુણ્ડ નામથી પ્રસિદ્ધ આચાર્ય કુકુન્દ દિગંબર પરંપરાના એક અગ્રગણ્ય અને સમ્માનનીય મુનિવર તથા ગ્રન્થકાર છે. બોધપાહુડના અંતિમ પદ્યના આધારે કેટલાક લોકો તેમને શ્રુતકેવલી ભદ્રબાહુના શિષ્ય માને છે, પરંતુ આ માન્યતા યોગ્ય નથી. તે જ રીતે શિવભૂતિના શિષ્ય હોવાની કેટલાક શ્વેતાંબરોની કલ્પના પણ યોગ્ય નથી. દિગંબર ગ્રંથોમાં તેમનાં વિવિધ નામોનો ઉલ્લેખ મળે છે, જેમ કે પદ્મનન્દી, ગૃધ્રપિચ્છ, વક્રગ્રીવ અને એલાચાર્ય, પરંતુ આ નામોનું ખરાપણું શંકાસ્પદ છે. કુન્દકુન્દ્રાચાર્ય ક્યારે થયા એ અંગે કોઈ સ્પષ્ટ અને પ્રામાણિક ઉલ્લેખ મળતો નથી. તેમણે સ્રીમુક્તિ તથા જૈન સાધુઓની સર્ચલતા જેવા શ્વેતાંબરીય મન્તવ્યોનું જે ઉગ્રતાથી નિરસન કર્યું છે તે ઉપરથી લાગે છે કે જૈનોના શ્વેતાંબર અને દિગંબર જેવા બે વર્ગ ૭૮ ઈ.સ.ની આસપાસ થઈ ગયા પછી તે થયા છે.
બીજું પ્રકરણ
આગમસાર અને દ્રવ્યાનુયોગ
કુન્દકુન્દ્રાચાર્યના બધા જ ગ્રન્થ પ્રાકૃત પદ્યમાં છે, અર્થાત્ તેમનો એક પણ ગ્રન્થ ન તો ગદ્યમાં છે કે ન તો સંસ્કૃતમાં છે. પવયણસાર' (પ્રવચનસાર)
૧. ‘દસત્તિ’માં ગદ્યાત્મક અંશ છે, પરંતુ તે કુન્દકુન્દની મૌલિક રચના હોવા અંગે સંદેહ છે.
આકૃતિ અમૃતચન્દ્રસૂરિષ્કૃત તત્ત્વપ્રદીપિકા નામની સંસ્કૃત વૃત્તિ, જયસેનસૂરિકૃત તાત્પર્યવૃત્તિ, હેમરાજ પાંડેની વિક્રમ સંવત્ ૧૭૦૯માં લખાયેલી હિન્દી ‘બાલબોધિની’ (ભાષા ટીકા), ડૉ. આદિનાથ નેમિનાથ ઉપાધ્યેના મૂળ અંગ્રેજી અનુવાદ અને વિસ્તૃત પ્રસ્તાવના આદિ સાથે ‘રાયચન્દ્ર જૈન શાસ્ત્રમાલા'માં ૧૯૩૫ ઈ.સ.માં પ્રકાશિત થઈ છે. અમૃતચન્દ્રસૂરિની ઉપર્યુક્ત ટીકા તથા ગુજરાતી અનુવાદ આદિ સાથે તેની એક આવૃત્તિ જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ' સોનગઢ તરફથી પણ ૧૯૪૮માં પ્રકાશિત થઈ છે.
૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org