Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૮
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ સૂક્ષ્મ પદાર્થોના ચિંતનમાં શંકાઓ થયા કરે છે. મિથ્યાત્વમોહનીયના દલિકો અશુદ્ધ હોય છે. આ કર્મના ઉદયને કારણે જીવ હિતને અહિત સમજે છે અને અહિતને હિત. વિપરીત બુદ્ધિને લીધે જીવને તત્ત્વનો યથાર્થ બોધ થઈ શકતો નથી. મિશ્રમોનીયના દલિકો અર્ધવિશુદ્ધ હોય છે. આ કર્મના ઉદયને કારણે જીવને ન તો તત્ત્વરુચિ થાય છે કે ન તો અતત્ત્વરુચિ થાય છે. આ કર્મનું બીજું નામ સમ્યક્તમિથ્યાત્વમોહનીય છે. આ કર્મ સમ્યક્વમોહનીય અને મિથ્યાત્વમોહનીય બંનેના મિશ્રણરૂપ છે જેથી તત્ત્વાર્થશ્રદ્ધાન અને અતત્ત્વાર્થશ્રદ્ધાન આ બે અવસ્થાઓમાંથી શુદ્ધ (અમિશ્રિત) રૂપવાળી કોઈ પણ એક અવસ્થાને આ કર્મ પામવા દેતું નથી. મોહનીયના બીજા મુખ્ય ભેદ ચારિત્રમોહનીયના બે ભેદ છે : કષાયમોહનીય અને નોકષાયમોહનીય. કષાયમોહનીયના મુખ્યપણે ચાર પ્રકાર છે : ક્રોધ, માન, માયા અને લોભ. ક્રોધ વગેરે ચાર કષાયોના તીવ્રતા-મંદતાની દષ્ટિએ વળી ચાર ભેદ થાય છે : અનન્તાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ અને સંજવલન. આ રીતે કષાયમોહનીય કર્મના કુળ સોળ ભેદ થયા જેમના ઉદયને કારણે જીવમાં ક્રોધ વગેરે કષાય ઉત્પન્ન થાય છે. અનન્તાનુબન્ધી ક્રોધ આદિના પ્રભાવથી જીવ અનન્ત કાલ સુધી સંસારમાં ભમ્યા કરે છે. આ કષાયો સમ્યક્તનો ઘાત કરે છે. અપ્રત્યાખ્યાનાવરણ કષાયોના ઉદયથી દેશવિરતિરૂપ શ્રાવકધર્મની પ્રાપ્તિ થઈ શકતી નથી. એની અવધિ એક વર્ષની છે. પ્રત્યાખ્યાનાવરણ કષાયોના ઉદયથી સર્વવિરતિરૂપ શ્રમણધર્મની પ્રાપ્તિ થઈ શકતી નથી. એની સ્થિતિ ચાર મહિનાની છે. સંજવલન કષાયોના ઉદયના પ્રભાવથી શ્રમણ યથાખ્યાતચારિત્રરૂપ સર્વવિરતિને જીવ પ્રાપ્ત કરી શકતો નથી. એની સ્થિતિ એક પખવાડિયાની છે. ઉપર જણાવેલી કાળમર્યાદાઓ સાધારણ દૃષ્ટિથી – વ્યવહારનયથી આપવામાં આવી છે. એમનામાં યથાસંભવ પરિવર્તન પણ થઈ શકે છે. કષાયોના ઉદય સાથે જેમનો ઉદય થાય છે, અથવા તો જેઓ કષાયોને ઉત્તેજિત કરે છે તેમને નોકષાય કહે છે.૧ નોકષાયના નવ ભેદ છે : (૧) હાસ્ય, (૨) રતિ, (૩) અરતિ, (૪) શોક, (૫) ભય, (૬) જુગુપ્સા, (૭) સ્ત્રીવેદ, (૮) પુરુષવેદ અને (૯) નપુંસકવેદ. સ્ત્રીવેદના ઉદયથી સ્ત્રીને પુરુષ સાથે સંભોગ કરવાની ઈચ્છા થાય છે. પુરુષવેદના ઉદયના કારણે પુરુષને સ્ત્રી સાથે સંભોગ કરવાની ઈચ્છા થાય છે. નપુંસકવેદના ઉદયથી સ્ત્રી અને પુરુષ બંનેની સાથે સંભોગ કરવાની ઈચ્છા થાય છે. આ વેદ સંભોગેચ્છાના અભાવરૂપે
૧.
कषायसहवर्तित्वात् कषायप्रेरणादपि । । हास्यादिनवकस्योक्ता नोकषायकषायता ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org