Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
પર
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ નામકૃતિ એક જીવની, એક અજીવની, અનેક જીવોની, અનેક અજીવોની, એક જીવ અને એક અજીવની, એક જીવ અને અનેક અજીવોની, અનેક જીવો અને એક અજીવની અથવા અનેક જીવો અને અનેક અજીવોની હોય છે.'
સ્થાપનાકૃતિ કાષ્ઠકર્મોમાં, ચિત્રકર્મોમાં, પોતકર્મોમાં, લેખકર્મોમાં, શેલકર્મોમાં, ગૃહકર્મોમાં, દન્તકર્મોમાં, ભાંડકર્મોમાં, અક્ષમાં, વરાટકમાં અથવા અન્ય પ્રકારની સ્થાપનાઓમાં હોય છે.
દ્રવ્યકૃતિના બે પ્રકાર છે : આગમતઃ દ્રવ્યકૃતિ અને નોઆગમત દ્રવ્યકૃતિ. આગમતઃ દ્રવ્યકૃતિના નવ અધિકાર છે : ૧. સ્થિતિ, ૨. જિત, ૩. પરિજિત, ૪. વાચનોપગત, ૫. સૂત્રસમ, ૬. અર્થસમ, ૭. ગ્રન્થસમ, ૮. નામસમ, ૯. ઘોષસમ. નોઆગમતઃ દ્રવ્યકૃતિ ત્રણ પ્રકારની છે : જ્ઞાયકશરીર દ્રવ્યકૃતિ, ભાવી દ્રવ્યકૃતિ અને જ્ઞાયકશરીર-ભાવિભિન્ન દ્રવ્યકૃતિ.?
ગણનકૃતિના અનેક પ્રકાર છે, જેમકે એક (સંખ્યા) નોકૃતિ છે, બે કૃતિ અને નોકૃતિરૂપે અવક્તવ્ય છે, ત્રણથી સંખ્યય, અસંખેય અને અનન્ત કૃતિ કહેવાય છે.
લોકમાં, વેદમાં અને સમયમાં શબ્દપ્રબન્ધરૂપ અક્ષરાત્મક કાવ્યાદિકોની જે ગ્રન્થરચના કરવામાં આવે છે તે ગ્રન્થકૃતિ કહેવાય છે.
કરણકૃતિના બે પ્રકાર છે : મૂલકરણકૃતિ અને ઉત્તરકરણકૃતિ. મૂલકરણકૃતિ પાંચ પ્રકારની છે : ઔદારિકશરીરમૂલકરણકૃતિ, વૈક્રિયિકશરીરમૂલકરણકૃતિ, આહારકશરીરમૂલકરણકૃતિ, તૈજસશરીરમૂલકરણકૃતિ અને કાર્યણશરીરમૂલકરણકૃતિ. ઉત્તરકરણકૃતિ અનેક પ્રકારની છે, જેમકે અસિ, પરશુ, કોદાળી, ચક્ર, દંડ, શલાકા, મૃત્તિકા, સૂત્ર વગેરે.
કૃતિપ્રાતનો જાણકાર ઉપયોગયુક્ત જીવ ભાવકૃતિ છે. આ બધી કૃતિઓમાં ગણનકૃતિ પ્રકૃતિ છે. ગણના વિના શેષ અનુયોગદ્વારોની પ્રરૂપણા થઈ શકતી નથી.
વેદના અનુયોગદ્વાર – વેદનાના સોળ અનુયોગદ્વાર જાણવા જોઈએ ૧. વેદનનિક્ષેપ, ૨. વેદનનયવિભાષણતા, ૩. વેદનનામવિધાન, ૧. સૂત્ર ૫૧
૨. સૂત્ર પર ૩. સૂત્ર પ૩-૬૫
૪. સૂત્ર ૬૬ ૫. સૂત્ર ૬૭
૬. સૂત્ર ૬૮-૭૩ ૭. સૂત્ર ૭૪
૮. સૂત્ર ૭૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org