Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૭૪
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ દર્શન અને જ્ઞાન – આત્મવિષયક ઉપયોગને દર્શન કહે છે. દર્શન જ્ઞાનરૂપ નથી કારણ કે જ્ઞાન બાહ્ય પદાર્થોને પોતાનો વિષય બનાવે છે. બાહ્ય અને અંતરંગ વિષયવાળા જ્ઞાન અને દર્શનનું એકત્વ નથી, કારણ કે એમ માનતાં વિરોધ આવે છે. જ્ઞાનને બે શક્તિઓથી યુક્ત પણ માની શકાતું નથી કારણ કે પર્યાયને પર્યાયનો અભાવ છે. તેથી જીવને જ્ઞાન-દર્શનલક્ષણાત્મક માનવો જોઈએ. જ્ઞાન-દર્શન આવરણીય છે કારણ કે વિરોધી દ્રવ્યનું સન્નિધાન હોય તો પણ એમનો નિર્મૂળ નાશ નથી થતો. જો એમનો નિર્મૂળ નાથ થઈ જાય તો જીવનો પણ નાશ થવાની આપત્તિ આવે કારણ કે લક્ષણનો નાશ થતાં લક્ષ્યનું અસ્તિત્વ ચાલુ રહેવામાં વિરોધ જણાય છે. બીજી વાત એ કે જ્ઞાન-દર્શનરૂપ જીવલક્ષણત્વ અસિદ્ધ પણ નથી કારણ કે આ બંનેનો અભાવ માનતાં જીવદ્રવ્યના અભાવની આપત્તિ આવે છે જ.'
શ્રુતજ્ઞાન – ઈન્દ્રિયથી ગૃહીત પદાર્થ વડે જુદા પદાર્થનું ગ્રહણ શ્રુતજ્ઞાન કહેવાય છે. ઉદાહરણાર્થ શબ્દ વડે ઘટાદિનું ગ્રહણ તથા ધૂમ વડે અગ્નિનું ગ્રહણ શ્રુતજ્ઞાન કહેવાય છે. આ શ્રુતજ્ઞાનના વીસ પ્રકાર છે : ૧, પર્યાય, ૨. પર્યાયસમાસ, ૩. અક્ષર, ૪. અક્ષરસમાસ, ૫. પદ, ૬. પદસમાસ, ૭. સંઘાત, ૮. સંઘાતસમાસ, ૯. પ્રતિપત્તિ, ૧૦. પ્રતિપત્તિસમાસ, ૧૧. અનુયોગ, ૧૨. અનુયોગસમાસ, ૧૩. પ્રાભૃતપ્રાભૃત, ૧૪. પ્રાભૃતપ્રાભૃતસમાસ, ૧૫. પ્રાભૃત, ૧૬. પ્રાભૃતસમાસ, ૧૭. વસ્તુ, ૧૮. વસ્તુસમાસ, ૧૯. પૂર્વ, ૨૦. પૂર્વસમાસ.
ક્ષરણ એટલે વિનાશ. ક્ષરણનો અભાવ હોવાને કારણે કેવલજ્ઞાન અક્ષર કહેવાય છે. એનો અનન્તમો ભાગ પર્યાય નામનું મતિજ્ઞાન છે. તે કેવળજ્ઞાનની જેમ નિરાવરણ અને અવિનાશી (અક્ષર) છે. આ સૂક્ષ્મનિગોદલબ્ધિઅક્ષરથી જે શ્રુતજ્ઞાન ઉત્પન્ન થાય છે તે પણ કાર્યમાં કારણના ઉપચારથી પર્યાય કહેવાય છે. એનાથી અનન્તભાગ અધિક શ્રુતજ્ઞાનને પર્યાયસમાસ કહેવામાં આવે છે. અનન્તભાગવૃદ્ધિ, અસંખ્યયભાગવૃદ્ધિ, સંખ્યયભાગવૃદ્ધિ, સંખ્યયગુણવૃદ્ધિ, અસંખ્ય ગુણવૃદ્ધિ અને અનન્તગુણવૃદ્ધિરૂપ એક ષવૃદ્ધિ થાય છે. આવી અસંખ્યયલોકપ્રમાણ પવૃદ્ધિઓ થાય ત્યારે પર્યાયસમાસ નામના શ્રુતજ્ઞાનનો અન્તિમ વિકલ્પ થાય છે, તેને અનન્ત રૂપોથી ગુણતાં અક્ષર નામનું શ્રુતજ્ઞાન થાય છે. તેની ઉપર અક્ષરવૃદ્ધિ જ થાય છે, અન્ય વૃદ્ધિઓ થતી નથી. કેટલાક આચાર્યો એવું કહે છે કે અક્ષરશ્રુતજ્ઞાન પણ
૧. પુસ્તક ૬, પૃ. ૯, ૩૩-૩૪; પુસ્તક ૭, પૃ. ૯૬-૧૦૨ ૨. પુસ્તક ૬, પૃ. ૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org