Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૨૦
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ ૫. ઉદીરણાકરણ – ઉદીરણાનો અર્થ છે યોગવિશેષથી કર્મપ્રદેશોને ઉદયમાં લાવવા. આચાર્યે લક્ષણ, ભેદ, સાદ્યાદિ, સ્વામિત્વ, પ્રકૃતિસ્થાન અને પ્રકૃતિસ્થાનસ્વામી આ છ દ્વારો દ્વારા તેનું વિવેચન કર્યું છે. વિવિધ દૃષ્ટિએ ઉદીરણાના બે, ચાર, આઠ અને એક સો અઠ્ઠાવન ભેદ કરવામાં આવ્યા છે. તે ભેદોમાં પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ આ ચાર ભેદોને પ્રધાનતા આપવામાં આવી છે.'
૬. ઉપશમનાકરણ – આ પ્રકરણમાં ગ્રન્થકારે કર્મોની ઉપશમનાનો (ઉપશાન્તિનો) વિચાર કર્યો છે. ઉપશમની અવસ્થામાં કર્મ થોડા વખત માટે દબાયેલા રહે છે, નાશ નથી પામતા. ઉપશમનાના નીચે જણાવેલા આઠ દ્વાર છે : ૧. સમ્યક્તની ઉત્પત્તિ, ૨. દેશવિરતિની પ્રાપ્તિ, ૩. સર્વવિરતિની પ્રાપ્તિ, ૪. અનન્તાનુબંધી કષાયની વિયોજના (વિનાશ), ૫. દર્શનમોહનીયની ક્ષપણા, ૬. દર્શનમોહનીયની ઉપશમના, ૭. ચારિત્રમોહનીયની ઉપશમના, ૮. દેશોપશમના. પ્રસ્તુત પ્રકરણ આધ્યાત્મિક વિકાસની વિવિધ ભૂમિકાઓની (ગુણસ્થાનોની) દૃષ્ટિએ વિશેષ મહત્ત્વ ધરાવે છે. ઉપશમનાકરણની ચાર ગાથાઓ (ક્રમાંક ૨૩થી ૨૬) કષાયમામૃતની ચાર ગાથાઓ (ક્યાંક ૧૦૦, ૧૦૩, ૧૦૪, ૧૦૫) સાથે મળતી આવે છે.
૭-૮, નિધત્તિકરણ અને નિકાચનાકરણ – ભેદ અને સ્વામીની દૃષ્ટિએ નિધત્તિકરણ અને નિકાચનાકરણ દેશોપશમના (આંશિક ઉપશમના) તુલ્ય છે. એમનામાં ભેદ એ છે કે નિધત્તિમાં સંક્રમણ નથી હોતું જ્યારે નિકાચનામાં સંક્રમની સાથે ઉદ્ધર્તના અને અપવર્તનાની પણ પ્રવૃત્તિ નથી હોતી :
देसोवसमणतुल्ला होइ निहत्ती निकाइया नवरं ।
___ संकमणं पि निहत्तीइ नत्थि सेसाणवियरस्सं ॥ * ૯. ઉદયાવસ્થા – ઉદય અને ઉદીરણા સામાન્ય રીતે સમાન છે પરંતુ જ્ઞાનાવરણ વગેરે ૪૧ પ્રકૃતિઓની દૃષ્ટિએ આ બંનેમાં કંઈક વિશેષતા છે. આ પ્રકૃતિઓ આ પ્રમાણે છે : ૫ જ્ઞાનાવરણ, ૪ દર્શનાવરણ, ૫ અત્તરાય, ૧ સંજ્વલનલોભ, ૩ વેદ, ૨ સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ, ૪ આયુ, ૨ વેદનાઓ, ૫ નિદ્રાઓ, ૧૦ નામકર્મની પ્રકૃતિઓ – મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, સુભગ, આદેય, યશકીર્તિ, ઉચ્ચગોત્ર અને તીર્થકર. આ જ રીતે સ્થિતિ, અનુભાગ અને પ્રદેશની દૃષ્ટિએ પણ બંનેમાં કંઈક અત્તર છે. ૧. ગાથા ૧-૮૯ ૨. ગાથા ૧-૭૧
૩. ગાથા ૧-૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org