Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૪૨
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ
वीरिंदणंदिवच्छेणप्पसुदेणभयणंदिसिस्सेण । दंसणचरित्तलद्धी सुसूयिया णेमिचंदेण ॥ ६४८ ॥ जस्स य पायपसाएणणंतसंसारजलहिमुत्तिण्णो ।।
वीरिंदणंदिवच्छो णमामि तं अभयणंदिगुरुं ॥ ६४९ ॥ લબ્ધિસારની વ્યાખ્યાઓ
લબ્ધિસાર ઉપર બે ટીકાઓ છે : કેશવવર્ગીકૃત સંસ્કૃત ટીકા અને ટોડરમલ્લકૃત હિન્દી ટીકા. સંસ્કૃત ટીકા ચારિત્રલબ્ધિ પ્રકરણ સુધી જ છે. હિન્દી ટીકાકાર ટોડરમલે ચારિત્રલબ્ધિ પ્રકરણ સુધી તો સંસ્કૃત ટીકા અનુસાર વ્યાખ્યાન કર્યું છે પરંતુ ક્ષાયિકચારિત્ર પ્રકરણનું અર્થાત્ ક્ષપણાસારનું વ્યાખ્યાન માધવચન્દ્રકૃત સંસ્કૃત ગદ્યાત્મક ક્ષપણાસાર અનુસાર કર્યું છે. પંચસંગ્રહ
અમિતગતિકૃત પંચસંગ્રહ સંસ્કૃત ગદ્ય-પદ્યાત્મક ગ્રન્થ છે. તેની રચના વિ.સં.૧૦૭૩માં થઈ છે. તે ગોમટસારના સંસ્કૃત રૂપાન્તર જેવો છે. તેના પાંચે પ્રકરણોની શ્લોકસંખ્યા ૧૪૫૬ છે. લગભગ ૧૦૦૦ શ્લોકપ્રમાણ ગદ્યભાગ છે.
પ્રાકૃત પંચસંગ્રહના મૂળ ગ્રન્થના કર્તા તથા ભાષ્યગાથાના કર્તાનાં નામો અને સમય બંને જ્ઞાત નથી. તેની ગાથાસંખ્યા ૧૩૨૪ છે. ગદ્યભાગ લગભગ પ૦૦ શ્લોકપ્રમાણ છે.
૧. માણિકચન્દ દિગમ્બર જૈન ગ્રન્થમાલા, મુંબઈ, સન્ ૧૯૨૭ ૨. સંસ્કૃત ટીકા, પ્રાકૃત વૃત્તિ તથા હિન્દી અનુવાદ સહિત – ભારતીય જ્ઞાનપીઠ, કાશી, સનું
૧૯૬૦ (સંપાદક પં. હીરાલાલ જૈન). ગ્રન્થના અંતે શ્રીપાલસુત ડઢવિરચિત સંસ્કૃત પંચસંગ્રહ પણ આપ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org