Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
અન્ય કર્મસાહિત્ય
૧૪૧ કર્યું હતું. આ વૃત્તિના આધારે કેશવવર્ણાએ સંસ્કૃતમાં ટીકા લખી છે. પછી અભયચંદ્ર સિદ્ધાન્તચક્રવર્તીએ મન્દપ્રબોધિની નામની સંસ્કૃત ટીકા રચી છે. આ બંને સંસ્કૃત ટીકાઓને આધારે ૫. ટોડરમલે સમ્યજ્ઞાનચન્દ્રિકા નામની હિન્દી ટીકા લખી છે. આ ટીકાઓના આધારે જીવકાર્ડનો હિન્દી અનુવાદ પં. ખૂબચન્દ્ર તથા કર્મકાન્ડનો હિન્દી અનુવાદ પં. મનોહરલાલે કર્યો છે. શ્રી જે. એલ. જૈનીએ તેનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે. લબ્ધિસાર (ક્ષપણાસારગર્ભિત)
ક્ષપણાસારગર્ભિત લબ્ધિસાર પણ નેમિચન્દ્ર સિદ્ધાન્તચક્રવર્તીની જ કૃતિ છે. ગોમ્મસારમાં જીવ અને કર્મના સ્વરૂપનું વિસ્તૃત વિવેચન છે, જ્યારે લબ્ધિસારમાં કર્મથી મુક્ત થવાના ઉપાયોનું પ્રતિપાદન છે. લબ્ધિસારમાં ૬૪૯ ગાથાઓ છે. આ ગાથાઓમાં ૨૬૧ ગાથાઓ ક્ષપણાસારની છે. લબ્ધિસારમાં ત્રણ પ્રકરણ છેઃ દર્શનલબ્ધિ, ચારિત્રલબ્ધિ અને ક્ષાયિકચારિત્ર. આ ત્રણમાંથી ક્ષાયિકચારિત્ર પ્રકરણને ક્ષપણાસારના રૂપમાં સ્વતંત્ર ગ્રન્થ પણ ગણવામાં આવે છે.
ગ્રંથના પ્રારંભમાં આચાર્ય સિદ્ધો, અહંન્તો, આચાર્યો, ઉપાધ્યાયો અને સાધુઓને વંદન કર્યા છે તથા સમ્યગ્દર્શનલબ્ધિ અને સમ્યફચારિત્રલબ્ધિના પ્રરૂપણનો સંકલ્પ પ્રગટ કર્યો છે. દર્શનલબ્ધિ પ્રકરણમાં નીચેની પાંચ લબ્ધિઓનું વિવેચન છે : ૧. ક્ષયોપશમલબ્ધિ, ૨, વિશુદ્ધિલબ્ધિ, ૩. દેશનાલબ્ધિ, ૪. પ્રાયોગ્યલબ્ધિ, ૫. કરણલબ્ધિ. ચારિત્રાલબ્ધિ પ્રકરણમાં દેશચારિત્ર અને સકલચારિત્રનું વ્યાખ્યાન કરવામાં આવ્યું છે. આમાં ઉપશમચારિત્રનું વિસ્તૃત વિવેચન છે. ક્ષાયિકચારિત્ર પ્રકરણમાં અર્થાત્ ક્ષપણાસારમાં ચારિત્રમોહની ક્ષપણાનું (ક્ષયનું) વિધાન કરતાં આચાર્યું અધ:પ્રવૃત્તકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તકરણનું સ્વરૂપ સમજાવ્યું છે. તેમાં નીચેના વિષયોનું પણ નિરૂપણ છે : સંક્રમણ, કૃષ્ટિકરણ, કૃષ્ટિવેદન, સમુદ્ધાત, મોક્ષસ્થાન. ગ્રન્થના અંતે ગ્રંથકારે પોતાનું નામ નેમિચન્દ્ર દર્શાવ્યું છે તથા પોતાને (જ્ઞાનદાતા) વીરનદિ અને ઈન્દ્રન્ટિના વત્સ તેમ જ (દીક્ષાદાતા) અભયનદિના શિષ્ય કહ્યા છે અને પોતાના ગુરુને નમસ્કાર કર્યા છેઃ
૧. (અ) પં. મનોહરલાલકૃત હિન્દી અનુવાદ સહિત – પરમશ્રુત પ્રભાવક મંડલ, મુંબઈ,
સન્ ૧૯૧૬ (આ) કેશવકર્ણકૃત સંસ્કૃત ટીકા અને ટોડરમલ્લકૃત હિન્દી ટીકા સાથે – ભારતીય જૈન
સિદ્ધાન્ત પ્રકાશની સંસ્થા, કલકત્તા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org