Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
અન્ય કર્મસાહિત્ય
બંધાદિસ્થાન, બે આધારો અને એક આધેયની અપેક્ષાએ બન્ધાદિસ્થાન.
પ્રત્યય પ્રકરણના પ્રારંભમાં આચાર્યે મુનિ અભયનન્દિ, ગુરુ ઈન્દ્રનન્તિ તથા સ્વામી વીરનન્દિને પ્રણામ કર્યા છે :
णमिऊण अभयदि सुदसायरपारगिंदणंदिगुरुं ।
वरवीरणंदिणाहं पयडीणं पच्चयं वोच्छं ॥ ७८५ ॥
ત્યાર પછી આસ્રવોનું ભેદસહિત સ્વરૂપ જણાવતાં આચાર્યે મૂલપ્રત્યયો અને ઉત્તરપ્રત્યયોનું કથન કર્યું છે તથા પ્રત્યયોની વ્યુચ્છિત્તિ અને અનુદય તેમ જ કર્મોના બંધનાં કારણો અને પરિણામો ઉપર પ્રકાશ ફેંક્યો છે.
ભાવચૂલિકા પ્રકરણના પ્રારંભમાં ગોમ્મટ જિનેન્દ્રચન્દ્રને પ્રણામ કર્યા છે : गोम्मटजिणिदचंदं पणमिय गोम्मटपयत्थसंजुत्तं ।
गोम्मटसंगहविसयं भावगयं चूलियं वोच्छं ॥ ८११ ॥
ત્યાર બાદ ભાવિષયક નીચેની બાબતોનો વિચાર કરવામાં આવ્યો છે : ભેદસહિત ભાવોનાં નામ, ભાવોની ઉત્પત્તિનું કારણ, ભાવોના સ્થાનભંગ અને પદભંગ, એકાન્તમતના વિવિધ ભેદ.
૧૩૯
ત્રિકરણચૂલિકા પ્રકરણના પ્રારંભમાં ગ્રંથકારે આચાર્ય વીરનન્દિ અને ગુરુ ઈન્દ્રનન્દિને પ્રણામ કરવા માટે આમ કહ્યું છે :
णमह गुणरयणभूसण सिद्धतामियमहद्धिभवभावं । वरवीरणंदिचंदं णिम्मलगुणमिंदणंदिगुरुं ॥ ८९६ ॥
પ્રસ્તુત પ્રકરણમાં નીચે જણાવેલાં ત્રણ કરણોનું વિવેચન કરવામાં આવ્યું છે : અધઃપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તકરણ.
કર્મસ્થિતિરચના પ્રકરણના પ્રારંભમાં સિદ્ધોને નમસ્કાર કરવામાં આવ્યા છે. પ્રકરણમાં નીચે જણાવેલ વિષયોનું પ્રતિપાદન છે : કર્મસ્થિતિરચનાના પ્રકારો, કર્મસ્થિતિરચનાની અંકસંદષ્ટિ, કર્મસ્થિતિરચનાની અર્થદૃષ્ટિ, સત્તારૂપ ત્રિકોણ યંત્રરચના, સ્થિતિના ભેદો, સ્થિતિબંધાધ્યવસાયસ્થાન, રસબંધાધ્યવસાયસ્થાન.
ગ્રંથના અંતે પ્રશસ્તિપરક આઠ ગાથાઓ છે. તે ગાથાઓમાં ગ્રંથરચનાનું પ્રયોજન જણાવતાં આચાર્યે મુનિ અજિતસેનને સાદર યાદ કર્યા છે, ગોમ્મટરાયને (ચામુંડરાયને) આશીર્વાદ આપ્યા છે તથા ગોમ્મટરાયકૃત ગોમ્મટસારની દેશી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org