Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
અન્ય કર્મસાહિત્ય
૧૨૭
કર્મગ્રન્થોની સંખ્યા છ છે. તે કર્મગ્રન્થો શિવશર્મસૂરિ વગેરે ભિન્ન ભિન્ન આચાર્યોની કૃતિઓ છે. તેમનાં નામ આ મુજબ છે ઃ ૧. કર્મવિપાક, ૨. કર્મસ્તવ, ૩. બન્ધસ્વામિત્વ, ૪. ષડશીતિ, પ. શતક, ૬. સપ્તતિકા.
કર્મવિપાકના કર્તા ગર્ગર્ષિ છે. તે સંભવતઃ વિક્રમની દસમી સદીમાં વિદ્યમાન હતા. કર્મવિપાક ઉપર ત્રણ ટીકાઓ છે ઃ પરમાનન્દસૂરિષ્કૃત વૃત્તિ, ઉદયપ્રભસૂરિકૃત ટિપ્પન અને એક અજ્ઞાતકર્તૃક વ્યાખ્યા. આ ત્રણે ટીકાઓ વિક્રમની બારમી-તેરમી સદીની રચનાઓ છે એવું લાગે છે.
કર્મસ્તવના કર્તા અજ્ઞાત છે. તેના ઉપર બે ભાષ્યો અને બે ટીકાઓ છે. ભાષ્યકારોનાં નામ અજ્ઞાત છે. બે ટીકાઓમાંથી એક ગોવિન્દ્રાચાર્યકૃત વૃત્તિ છે. બીજી ટીકા ઉદયપ્રભસૂરિકૃત ટિપ્પણના રૂપમાં છે. આ બંનેનો રચનાકાળ સંભવતઃ વિક્રમની તેરમી સદી છે. કર્મસ્તવનું નામ બન્ધોદયસયુક્તસ્તવ પણ છે.
બન્ધસ્વામિત્વના કર્તા પણ અજ્ઞાત છે. તેના ઉ૫૨ એક હિરભદ્રસૂરિકૃત વૃત્તિ છે. આ વૃત્તિ વિ.સં.૧૧૭૨માં લખાઈ છે.
ષડશીતિ અથવા આમિકવસ્તુવિચારસારપ્રકરણ જિનવલ્લભગણિની કૃતિ છે. તેની રચના વિક્રમની બારમી સદીમાં થઈ છે. તેના ઉપર બે અજ્ઞાતકર્તૃક ભાષ્ય તથા અનેક ટીકાઓ છે. ટીકાકારોમાં હરિભદ્રસૂરિ અને મલયગિરિ મુખ્ય છે.
શતક અથવા બન્ધશતક પ્રકરણના કર્તા શિવશર્મસૂરિ છે. તેના ઉપર ત્રણ ભાષ્ય, એક ચૂર્ણિ અને ત્રણ ટીકાઓ છે. ત્રણ ભાષ્યોમાંથી બે લઘુભાષ્યો છે જે અજ્ઞાતકર્તૃક છે. બૃહદ્ભાષ્યના કર્તા ચક્રેશ્વરસૂરિ છે. આ ભાષ્ય વિ.સં.૧૧૭૯માં લખવામાં આવ્યું છે. ચૂર્ણિકારનું નામ અજ્ઞાત છે. ત્રણમાંથી
૧. પ્રથમ ચાર કર્મગ્રન્થ સટીક જૈન આત્માનંદ સભા, ભાવનગર, વિ.સં. ૧૯૭૨ પંચમ કર્મગ્રન્થ સટીક
(અ) જૈન આત્માનંદ સભા, ભાવનગર, સન્ ૧૯૪૦
(આ) વીરસમાજ ગ્રન્થરત્નમાલા, અહમદાબાદ, સન્ ૧૯૨૨ અને ૧૯૨૩ ષષ્ઠ કર્મગ્રન્થ સટીક
(અ) જૈનધર્મ પ્રસારક સભા, ભાવનગર, સન્ ૧૯૧૯
(આ) જૈન આત્માનંદ સભા, ભાવનગર, સન્ ૧૯૪૦
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org